ગાયોને કતલખાને લઈ જવાની ઘટનોઓ દિન પ્રતિદિન ભરૂચ અને તેના આસપાસના વિસ્તારમાં ઘણી વધી રહી છે. પહેલા પણ ટેમ્પો ભરેલ ગાયો અને ભેંસોને બચાવામાં આવી હતી અને આજરોજ પણ ભરૂચ પંથકના કેટલાક નાગરિકો દ્વારા ગાયો બચાવામાં આવી હતી. નીડર રુદ્ર સેના અને બાહુબલી સેના દ્વારા ગાયોનો બચાવ કરી અને તેને પાંજરાપોળ પહોંચાડવામાં આવી હતી. અમુક ગેરકૃત્ય કરનારાઓ થકી ગાયોને મારી અને તેનું માંસ કિલોના ભાવે વહેંચીને પોતાનું આર્થિક જીવન ગુજારે છે પરંતુ ભારત દેશમાં ગાયનું કતલ કરવું એ એક ગેરકાયદેસરનો ગુનો છે.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર આજરોજ તા. 13 મી ઓગષ્ટના રોજ ઝીણાભાઈ ભરવાડ તથા વિનોદભાઈ જાદવ વિરલભાઇને માહિતી મળી હતી કે ભરૂચ ડુંગરી ગામ મુસ્લિમ વિસ્તારમાં સાત ગાયો કતલ કરવાના ઇરાદે બાંધી રાખી છે જેની જાણ થતા ઝીણાભાઈ ભરવાડે પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી હતી તથા ગાયો છોડાવીને પાંજરાપોળ મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રુદ્ર સેના તથા બાહુબલી ગ્રુપ દ્વારા આ સરાહનીય કાર્ય કરવામા આવ્યું હતું.
ભરૂચ : કતલખાને લઈ જવાતી સાત જેટલી ગાયોને જાગૃત નાગરિકો દ્વારા બચાવામાં આવી.
Advertisement