Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ કલેકટરની અધ્યક્ષતામાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ.

Share

આગામી ૧૫ મી ઓગષ્ટ સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે. જેના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તા.૧૫ મી ઓગષ્ટ, ૨૦૨૧ ના રોજ સવારે ૯.૦૦ વાગે શ્રમ અને રોજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી દિલીપકુમાર વિરાજી ઠાકોરના હસ્તે રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને સલામી સાથે ધ્વજારોહણ સંપન્ન થશે. તે વેળા પ્રજાજનોને મંત્રી દ્વારા સંબોધન પણ કરવામાં આવશે.

Advertisement

ભરૂચ શહેરમાં યોજાનારા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સરકારના દિશા-નિર્દેશો અનુસાર સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે કરવામાં આવશે. જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ તા.૧૩ ના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી, નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.


Share

Related posts

ભરૂચમાં ૧૦૮ સેવા દ્વારા હીટવેવથી બચવા માટે આરોગ્યલક્ષી સૂચનો અપાયા.

ProudOfGujarat

કોરોના સંક્રમણને ગામમાં પ્રવેશતું અટકાવવા મોતાલ ગામ દ્વારા લોક ડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે.

ProudOfGujarat

રાજપીપળા : ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિરે ભવ્ય સંગીતમય સુંદરકાંડનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!