આજરોજ ભરૂચ જિલ્લા માટે ગર્વની વાત સામે આવી છે. ભરૂચ જીલ્લામાં પહેલીવાર ગુજરાત સ્ટેટ લેવલ પર ઈતિહાસમાં મોટી સંખ્યામાં પ્લેયર્સ ક્રિકેટ ક્ષેત્રે સિલેક્ટ થયા છે જે બાળકો સહિત ભરૂચ માટે ગૌરવની વાત છે.
બાળકોની તનતોડ મહેનતનું ફળ તેમણે હવે મળી રહ્યું છે નાનપણથી મહેનત કરતાં પ્લેયર્સનું સિલેકશન કરવામાં આવી રહ્યું છે. જેઓ અંડર નાઇનટીનમાં પણ રમી ચૂક્યા છે. જેમાં કોચની પણ મહેનત રંગ લાવી છે. કેવી રીતે પર્ફોમન્સ આપવું, કેવી રીતે ફિલ્ડમાં ઊતરવું જેવી કોચ દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઇન થકી આજરોજ સિલેકશન થયું છે. ગુજરાત સ્ટેટ લેવલે ભરૂચ જિલ્લાની 4 છોકરી અને 4 છોકરાંનું સિલેક્શન થતા ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા સન્માન કરવમાં આવ્યું હતું. છોકરીઓમાં પણ ક્રિકેટ પ્રત્યે ઉત્સાહ ઘણો વધારે જોવાં મળ્યો હતો.
આ અંગે ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલને જાણ થતાં તાત્કાલિક ધોરણે પ્લેયર્સનો જુસ્સો વધારવા માટે તેમણે ખાસ મુલાકાત લઈ અને પુષ્પગુચ્છ આપી તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
સિલેક્ટ થયેલ પ્લેયર્સના નામ
(1) આકાશ પાંડે – અંડર 23
(2) ચિન્મય પટેલ – અંડર 23
(3) સ્મિત પટેલ – અંડર 19
(4) સ્વ્પનીલ ભાવસાર – અંડર 19
(5) મુસકન વસાવા – સિનિયર
(6) મહેક કાલીબાલા – અંડર 19
(7) મહેક મોદી – અંડર 19
(8) વેલીસા પટેલ – અંડર 19