Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ડૉ. આંબેડકર ભવન ખાતે આત્મનિર્ભર નારી શક્તિ કાર્યક્રમ યોજાયો.

Share

આજરોજ કલેકટર કચેરી પાસે આવેલ ડો.આંબેડકર ભવન ખાતે આત્મનિર્ભર નારી શક્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજની નારી સબ પે ભારી, મહિલાઓએ પોતાના હક અને છૂટથી બહાર નિકળી શકે અને તે પોતે પણ કંઈક છે તે હેતુસર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નારીનું જીવનમાં મહત્વ સહિત ગૃહ ઉધોગો થકીના બને તેમ પ્રયત્નો કરવા અંગે ખાસ જોગવાઈ કરવામાં આવી હતી.

જેમાં ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પા બેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ મોનાબેન, ડી આર ડી એ ના અધિકારી લત્તા સાહેબ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી. કોરોના મહામારીને ખાસ ધ્યાનમાં રાખી અને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આત્મનિર્ભર નારી-શક્તિ કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે ઉદ્યોગ સાહસિકો માટે 1625 કરોડની રકમ જારી કરી. પીએમ મોદીએ દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનથી જોડાયેલ મહિલા સ્વ-સહાયતા સમૂહોના મહિલા સભ્યો સાથે વાતચીત કરી અને દેશને સંબોધિત કર્યો હતો.

Advertisement

પીએમ મોદીએ કહ્યુ- મહિલાઓની ઉદ્યોગ સાહસિકતાનો શ્રેણી વિસ્તારવા માટે, આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં વધુ ભાગીદારી માટે આજે મોટી આર્થિક મદદ જાહેર કરવામાં આવી છે. ફૂડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા ઉદ્યોગ સાહસિકો હોય, મહિલા કિસાન ઉત્પાદક સંઘ હોય કે પછી બીજી સ્વયં સહાયતા સમૂહ, બહેનોના આવા લાખો સમૂહો માટે 1600 કરોડથી વધુની રકમ મોકલવામાં આવી છે.


Share

Related posts

ભરૂચ સંસ્કાર ભારતીય ટ્રસ્ટ સંચાલિત રૂંગટા સ્કૂલમાં ધોરણ 9 ને બંધ કરી અચાનક સેલ્ફ ફાઇનાન્સ કરવામાં આવતા વાલીઓનો હોબાળો

ProudOfGujarat

ભરૂચ કોર્ટ રોડ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવા વકિલ મંડળો ની માંગ .

ProudOfGujarat

રાજપીપલા ખાતે અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર દર્શનાબેન દેશમુખે ઉમેદવારી ફોર્મ ભર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!