આજરોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે યૂથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા માટે અને જેમાં બાળકોનો અલગ જ ઉત્સાહ જોવાં મળ્યો હતો. નાનાં નાના ભૂલકાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
આજરોજ યોજાયેલ યુથ ફેસ્ટિવલમાં ફેશન શો, ડાન્સ કોમ્પીટીશન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોએ અલગ અલગ વસ્ત્ર ધારણ કરી અને ફેશન શો માટે પોતાની સુજબૂજ અપનાવી અને રેમ્પ પર વોક કરી હતી તે બાદ ડાન્સ કોમ્પિટીશનમાં પણ એકથી એક બાળકોએ જબરદસ્ત પર્ફોમન્સ આપ્યું હતું અને તેમનો ઉત્સાહ જોઈ અને હોલમાં બેઠેલ તમામ લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
તે બાદ અમુક ભૂલકાઓ દ્વારા જગ વિખ્યાત વ્યક્તિના વેશ ધારણ કરી અને વકૃત્વ સ્પર્ધામાં એકબીજાને ટક્કર આપી હતી. જેમાં મોટી સંખ્યામાં બાળકોના માતા પિતા સહિત જર્જ અને રોટેરિયન સ્વયંસેવકો કોરોના મહામારીનું ચુસ્તપણે પાલન થાય તે માટે ખાસ કાળજી રાખી અને હાજર રહ્યા હતા.
રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા યુથ ફેસ્ટિવલનું આયોજન રોટરી હોલ ખાતે કરાયું.
Advertisement