Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુર ગામની પ્રા. કન્યાશાળાની વિદ્યાર્થીનીએ રાષ્ટ્રગાન સ્પર્ધામાં ભાગ લઈ પુરસ્કાર મેળવ્યો.

Share

ભરૂચ તાલુકાના નબીપુર ગામની પ્રા. કન્યાશાળાએ રાજ્ય સ્તરની રાષ્ટ્રગાન સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં નબીપુરની વિદ્યાર્થીની ફાતેમાં સલીમ કડુજીએ પણ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સ્પર્ધકોનો વિડિઓ બનાવી તેને અપલોડ કરવાનો હતો. આમાંથી ફાતેમાનો વિડિઓ પસંદ કરાયો હતો. આ સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓમાં દેશભાવના, દેશદાઝ અને દેશનું ગૌરવ વધારવાનો હતો.

આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કન્યાશાળાના આચાર્ય શ્રીમતી કાજલબેન ઓઝા અને શિક્ષક અખ્તરહુસેન હિંગલોટાએ પોતાનું યોગદાન આપ્યું હતું. વિજેતા વિદ્યાર્થીની ફાતેમાને વિજેતા પ્રમાણપત્ર પુરસ્કાર એનાયત કરતી વખતે શાળાનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. ફાતેમાના વિજેતા થવાથી તેના માતા-પિતા અને પરિવારનું નામ ઉજાગર કર્યું છે. ફાતેમા વિજેતા બનવાથી ગામમાં ખુશીનો માહોલ છવાયો છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ગોધરાનો વેપારી ઓરવાડા ગામ પાસે લૂટાયો

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં પૂર્વમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે રૂા.૩૭.૭૭ કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહુર્ત / લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ભરૂચનાં સર્કિટ હાઉસ ખાતે અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!