પત્રકાર, કોંગ્રેસી આગેવાન અને આર.ટી.આઈ.એકટીવિસ્ટ દિનેશ અડવાણી પર રવિવારના રાત્રિ દરમિયાન કેટલાક ઇસમો દ્વારા આયોજનબદ્ધ રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના દરમિયાન તેઓ લગભગ સાડા બાર વાગ્યાના અરસામાં તેઓ ઝાડેશ્વર ચોકડીથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઇનોવામાં આવેલ 6 જેટલા ઇસમોએ સરનામું પૂછવાના બહાને તેમને ઊભા રાખી અને તેમના પર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. જે અંગે સી ડિવિઝન પોલીસે તમામ ઘટના અંગે ગુનો દાખલ કર્યો હતો. જેમાં આ અંગે જીવલેણ હુમલા અને હત્યા કરવાના પ્રયાસ સામે કોઈ પ્રકારે કલમનો ઉમેરો ન થતાં પત્રકારો સહિત કોંગી આગેવાનો રોષે ભરાયા હતા.
આજરોજ હોસ્પીટલમાં સારવાર લઈ રહેલ પત્રકાર અને કોંગ્રેસ અગ્રણી દિનેશભાઇ અડવાણીની કોંગ્રેસી આગેવાનોએ મુલાકાત લીધી હતી અને સમગ્ર મામલે જાણકારી મેળવી હતી જેમાં પરિમલસિંહ રણા, વિક્કી શોખી, હેમેન્દ્ર કોઠીવાલા અને સમસાદ અલી સૈયદ સહિતના અન્ય આગેવાનો હાજર રહ્યા હતા સાથે સી ડિવિઝનની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટના અર્થે વહેલી તકે ઇસમોને શોધી અને કડક કાયદા હેઠળ સજા કરવાની માંગ કરવામાં આવી હતી.
ભરૂચ : પત્રકાર દિનેશ અડવાણી પર અજાણ્યા ઇસમો દ્વારા જીવલેણ હુમલો થતાં કોંગી આગેવાનો સી ડિવિઝનની મુલાકાતે.
Advertisement