::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના શક્તિનાથ શાખા ની બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક માં ગત તારીખ ૧૬/૧૦/૨૦૧૭ થી તા ૧૯/૧૨/૨૦૧૭ દરમ્યાન છેતરપિંડી કરનાર ભેજાબાજ જયંતિ ભાઈ ઠક્કર રહે જયનારાયણ સોસાયટી લિંક રોડ ભરૂચ નાઓ તેમજ અન્ય ભેજાબાજો સામે ફરિયાદી દેવાંગ હિંમતલાલ શાહ એ બેન્ક માં ખોટા અલગ અલગ દસ્તાવેજ રજૂ કરી રૂ.૨.૫૫૦૦૦ તથા રૂ.૩.૧૨.૦૦૦ ની લૉન લઇ એક બીજા ની મદદગારી થી બેન્ક સાથે વિશ્વાસઘાત કર્યા હોવાની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી……..
જે સમગ્ર બાબત અંગે ની ફરિયાદ લઇ મામલા અંગે ની ગંભીરતા ને સમજી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરતા પોલીસે બે જેટલા ભેજાબાજ જયંતિ ભાઈ ઠક્કર રહે જય નારાયણ સોસાયટી ભરૂચ તેમજ અમિત ભાનુ ભાઈ પટેલ રહે આણંદ નાઓ ની અટકાયત કરી હતી તેમજ સમગ્ર મામલા માં અન્ય ની સંડોવણી છે કે કેમ તે અંગે ની વધુ તપાસ હાથ ધરી સમગ્ર પ્રકરણ માં સંડોવાયેલ ભેજાબાજો સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી……

