ભરૂચ જિલ્લા અને જિલ્લાની આસપાસ દારૂ તથા જુગારના ગેરકાયદેસરના કૃત્યો ઘટના વધી રહ્યા છે. બુટલેગરો સહિત જુગારિયાઓ પણ બેફામ બની ચૂક્યા છે. કોરોના મહામારી બાદ નોકરી – ધંધામાંથી રોજગારી ન મળતા લોકો બેકાર બની રહ્યા છે અને ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાના અંતરિયાળ ગામોમાં જુગારધામ ઘણું વધવા પામ્યું છે.
હાાંસોટ પોલીસની ટીમે ખરચ બિરલા કંપનીની પાછળના ભાગે બાવળની ઝાડીમા ખુલ્લી જગ્યામા રેઇડ કરતા સાત ઇસમો હાર જીતનો જુગાર રમતા રોકડા રૂ.૨૫,૨૨૦/- તથા મોબાઇલ નંગ -૭ જેની કિમત રૂ.૧૮,૦૦૦/-તથા મોટર સાયકલો નંગ -૩ જેની કિમત.રૂ.૫૫,૦૦૦/- તથા એક્ટીવા નંગ -૧ જેની કિમત રૂ.૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૨૮,૨૨૦/- નો મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. જેમાં અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તેઓની તપાસની તજવીજ હાંસોટ પોલીસે હાથધરી છે.
પકડાયેલ આરોપીઓ :-
(1) સુફિયાન મહોમદ શાહ રહે. રસુલાબાગ, સાયણ, ઓલપાડ સુરત.
(2) શાહરુખ વાહિદ પઠાણ રહે. રોયલ સોસાયટી કીમ, માંગરોળ સુરત.
(3) વિરલકુમાર શાંતિલાલ પટેલ રહે. પટેલ નગર સોસાયટી કીમ, ઓલપાડ, સુરત.
(4) અમેન્દરસિહ બીરેન્દરસિહ રાજપૂત રહે. કુવરદા, કબીર વન, માંગરોળ, સુરત.
(5) તાજુદ્દીન આઝાદખાન પઠાણ રહે. આસિયાના નગર કીમ, માંગરોળ, સુરત.
(6) લાલુભાઈ કમરૂદ્દીન મન્સૂરી રહે. જમરૂખ ગલીકીમ, માંગરોળ, સુરત.
(7) સોહેલ આતાજી પઠાણ રહે. આમોદ પાટિયા દાદરી ફળિયું હાંસોટ, ભરૂચ.
વોન્ટેડ આરોપીઓ :-
(1) અકતર ઉર્ફે અકકુ હાસમ અરબ રહે, હાંસોટ ભરુચ
(2) એક્ટિવા ગાડી લઈને આવેલ માણસ નામઠામ ખબર નથી જે અંગેની તપાસ હાથ ધરી છે.