Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ રૂરલ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નવનીત વસાવાની અનોખી સેવા.

Share

એકબાજુ જ્યાં લોકો પોલીસ તંત્રની તેમના કામને પ્રતિ ઢીલાશને લઈને અવગણી રહ્યા છે ત્યારે ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે એક અનોખી સેવા આપી રહ્યા છે. પોતાના ગામના બાળકોની વ્હારે આવી રહ્યા છે.

એક અંતરિયાળ ગામડાઓના વિધાર્થીઓ માટે અંગ્રેજી શબ્દો બોલવા અને સમજવા એ ઘણો અધરો વિષય હતો ત્યારે ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા નવનીતભાઈ વસાવાએ પોતાના ગામના બાળકો એજયુકેશનથી વંચીત ન રહે તે હેતુસર અનોખી સેવા પ્રદાન કરી હતી. પોલીસ કોન્સટેબલ દ્વારા પોતાના ગામ નેત્રંગના બીલોઠી ખાતે ૧૫૦ વિદ્યાર્થીઓને રેપીડેક્સ અંગ્રેજી સ્પોકન બુકનું વિતરણ કર્યું જેથી કોઈ બાળક અંગ્રેજી બોલવા અને શીખવા માટે ખચકાટ ન અનુભવી શકે.

નેત્રંગના બિલોઠી ગામનું દરેક બાળક સારું ભણતર મેળવી ગામનું નામ રોશન કરે તેવો ઉદ્દેશ સાથે પોલીસ કર્મી નવેનીતભાઇ વસાવા સેવા આપી રહ્યા છે. ધોરણ 10, 11 અને 12 માં અભ્યાસ કરતા ગામના વિદ્યાર્થીઓ માટે પોલીસ કર્મીની સેવા ઘણી સરાહનીય છે.

Advertisement

Share

Related posts

સુરતના વિવિધ વિસ્તારોમાંથી બાઈક ચોરી કરી સ્પેરપાર્ટ વાગરા ખાતે વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

જિલ્લાના પ્રભારી અને ગૃહ રાજ્ય મંત્રીના અધ્યક્ષ સ્થાને વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.

ProudOfGujarat

આખા વિશ્વમાં ડ્રગ્સ હેરાફેરી કરવા ગુજરાત સેન્ટર પોઈન્ટ..? : તપાસમાં દિલ્હીથી વધુ 16 કિલો હેરોઈન મળ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!