આજરોજ ભરૂચ શહેર કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તા દિનેશ અડવાણી ઉપર અસામાજીક તત્વો દ્વારા ઘાતક હુમલોએ ખૂબ જ નિંદનીય છે. આજે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં કોંગ્રેસ અગ્રણી સંદીપ મંગરોલ રૂબરૂ મુલાકાત લીધી હતી. ખૂબ જ બર્બરતા પૂર્વકનું કૃત્ય છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાતમાં કાયદો અને વ્યવ્સ્થાપન જાળવવામાં નિષ્ફળ નીવડી છે. અનેક વિરોધી પક્ષના રાજકારણીઓને ટાર્ગેટ કરી વેર ભાવની ભાવનાથી હુમલાઓ ભરૂચ જીલ્લામાં અનેક થયા છે.
દિનેશ અડવાણી દ્વારા અસામાજીક તત્વોની ગેરકાયદેસરની પ્રવૃતિઓ રોકવા સામે કાયદાકીય લડત સામે હમેશા ઝઝૂમતા રહ્યા છે. ત્યારે આ પ્રકારનો હુમલો એ દિનેશ અડવાણી ઉપરનો હુમલો નથી પણ આ હુમલો કાયદાનું પાલન કરાવનારા અને સમાજને દિશા બતાવનારી વિચારધારા ઉપરનો હુમલો છે. સરકારની કાયદો અને વ્યવસ્થાની પોલ આવી ઘટનાઓથી ખૂલી પડી ગઈ છે. સરકાર અને પોલીસ તત્કાલીક ધોરણે હુમલાખોરોની ધરપકડ કરે અને કડક સજા કરે જેથી આવનારા સમયમાં ફરીથી આ પ્રકારની કોઈ નિંદનીય ઘટના ન સર્જાઈ શકે તે બાબતે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ ગુજરાત ગૃહ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી.