ગતરોજ ચેનલના માલિક અને કોંગ્રેસ અગ્રણી દિનેશભાઇ અડવાણી પર છ થી સાત હુમલાખોરો દ્વારા હુમલો કરી તેમણે ગંભીર રીતે ઇજાઓ પહોંચાડવામાં આવી છે. ચેનલના માલિક સહિત તેઓ એક પરિવારના મુખ્ય સદસ્ય પણ છે અને પત્રકારોનું મુખ્ય કામ દેશની જનતા સુધી માહિતી પહોંચાડવાનું છે. એક નીડર અને નિષ્પક્ષ પત્રકાર સાથે આ ગેરકૃત્ય સામે ભરૂચમાં અસામાજિક તત્વોનું રાજ હોય એમ લાગી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા તદ્દન પાંગળી બની ગયી છે.
નીડર અને નિષ્પક્ષ પત્રકારો સાથે જો આ રીતે ગેરવર્તન કરવામાં આવશે તો તમે જોઈ શકશો કે દેશનું અર્થતંત્ર કેવું થઈ ચૂક્યું છે… પત્રકારોને રસ્તા પર ચાલવું મુશ્કેલ બની ચૂક્યું છે.
બનાવ એ રીતે હતો કે, હું રાત્રિના લગભગ સાડા અગિયાર ક્લાકની આસપાસ જ્યોતિનગર પાસે પોતાની એક્ટિવા લઈ અને તેમના મિત્ર વિપુલને મળવા જઇ રહ્યો હતો તે અરસામાં ઘરે પરત ફરતી વખતે લગભગ બારથી સાડા બાર વાગ્યાના અરસામાં સોસાયટીની બહાર 25 મીટરના અંતરમાં એક ઇનોવા ગાડીમાં છ થી સાત ઇસમો આવ્યા હતા અને તેઓ નારાયણ વિદ્યાવિહાર શાળાનું એડ્રેસ પૂછી રહ્યા હતા ત્યારે હું તેમણે એડ્રેસ બતાવા જતાં એક લાલ ટીશર્ટ પહેરેલ ઈસમ ગાડીમાંથી નીચે ઉતર્યો હતો.
ત્યારે અચાનક જ ઇનોવા ગાડીના તમામ ઇસમો ઉતરી અને કોઈ આગમ્ય કારણોસર લોખંડના પાઇપ, હોકી સ્ટીક અને તીક્ષ્ણ હથિયાર વડે મારા પર હુમલો કર્યો હતો. ઇસમો કોણ હતા તે જાણવું મુશ્કેલ બન્યું હતું. મારુ ઘર વિસ્તારથી થોડે જ દૂર હતું અને હું જોરથી બૂમ પાડતાં મારા પરિવાર અને સોસાયટીના સભ્યો સ્થળ પર દોડી આવ્યા હતા જેથી ઇસમો ફરાર થવા પામ્યા હતા. તાત્કાલીક મને 108 મારફતે નજીકની હિલિંગ ટચ હોસ્પીટલમાં ખસેડતા મને પગ અને હાથના ભાગમાં ફેકચર તથા ડાબી આંખની ઉપરના ભાગમાં ગંભીર રીતે ઇજાઓ પહોચતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
ત્યારે પ્રશ્ન એ ઉદભવે છે કે પત્રકારો દ્વારા યોગ્ય માહિતી પૂરી પાડવી શું એ ખોટું છે ..?