ભરૂચ જિલ્લામાં કોરોના કાળ વચ્ચે વિતેલા દિવસોમાં કેટલાયે લોકો બેરોજગાર બન્યા છે ત્યારે આવા સમયે તેઓના સંતાનોને શિક્ષણ માં કોઈ અગવડતા ન પડે તે માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા દ્વારા ભરૂચના વિવિધ સ્લમ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને નોટબુક તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે
ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા ના પ્રમુખ પરેશ મેવાડા દ્વારા છેલ્લા ૩૫ વર્ષ ઉપરાંતથી વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને નોટબુક શૈક્ષણિક કીટનું વિતરણ કરી રહ્યા છે અને તાજેતરમાં કોરોના કાર વચ્ચે પણ કેટલાય લોકોના વેપાર-ધંધા પડી ભાંગ્યા છે ત્યારે તેઓ ના સંતાનો ને શિક્ષણમાં કોઈ અગવડતા ન પડે તે માટે વિવિધ વિસ્તારોમાં પહોંચી જરૂરિયાતમંદ બાળકોને નોટબુક તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરી રહ્યા છે જેમાં ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ ચાલ નજીકના મહાલક્ષ્મી મંદિરે બાળકોને નોટબુક તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડા બામસેફ મંડળના બેચરભાઈ રાઠોડ સમાજના આગેવાન વિશ્રામભાઇ સોલંકી સ્થાનિક આગેવાનો અને સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા