આજરોજ દિવાસો અમાસ નિમિત્તે ભરૂચના ભોઇવાડ ખાતે વર્ષોની પરંપરા અનુસાર મેઘરાજાની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના સમગ્ર ભોઈ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી નિમિતે મેઘરાજાની સ્થાપના સહીત છડીની પરંપરીક તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે.દર વર્ષે જન્માષ્ટમી પહેલા અમાસના દિવસે ભગવાન મેઘરાજાની ઉજવણી કરવામાં આવે છે આ ફક્ત એક એવો તહેવાર છે જ્યાં સમગ્ર ગુજરાત ખાતે ભરૂચ જિલ્લામાં માનવામાં આવે છે. હાલ માટીના મેઘરાજાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યાર બાદ આવનાર સમયમાં રંગ રોગાન કરી અને મેઘરાજાનો શણગાર કરવામાં આવશે અને લોકો દર્શન માટે પંડાલમાં આવશે.હાલ કોરોનાને કારણે ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા મેઘરાજા દર્શન કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગત વર્ષે કોરોના મહામારીને કારણે ભરૂચ અને ભરૂચની આસપાસમાં લખોમે સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવતા હતા પરંતુ પહેલી લહેરે હડકમ્પ મચવતા દર્શન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
રિધ્ધી પંચાલ, ભરૂચ.