અંકલેશ્વરના પ્રોલાઈફ ફાઉન્ડેશન તથા ભારત વિકાસ પરિષદ દ્વારા ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ફર્સ્ટ એઇડ તાલીમ આપવામાં આવી હતી.
ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ઈન્દિરાબેન રાજ, વાઇસ ચેરમેન જગદીશ પરમાર, શાસનાધિકારી નિશાંત દવે અને લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસીના પ્રિન્સીપાલ કિશોરભાઈની ઉપસ્થિતિમાં વડોદરાના તબીબ અને ફર્સ્ટ એઇડ ટ્રેનર ડૉ. કમલ જૈને શિક્ષકોને ફર્સ્ટ એઇડ તાલીમ આપી હતી.
Advertisement
જેમાં શાળા અથવા ઘરમાં કોઈ ઘટના બને ઇજાઓ થાય, ફ્રેક્ચર થાય, બ્લડ પ્રેશર વધે- ઘટે, ઝાડા ઉલટી, તાવ સહિતની તકલીફ ઊભી થાય ત્યારે ફર્સ્ટ એઇડ કઈ રીતે આપવું. હૃદય રોગ જેવી ઘટનામાં દર્દીને પ્રાથમિક સારવાર મળે તે પહેલાં તેનો જીવ બચાવવા શું કરી શકાય તે અંગે પ્રેક્ટિકલ સાથે સમજાવમાં આવ્યા હતા.