ચોમાસાની સીઝન બે મહિના અગાઉ શરૂ થઈ ગઈ છે ત્યારે તંત્ર દ્વારા બનાવામાં આવી રહેલા રસ્તાઓની હાલત દયનીય બની છે ત્યારે તંત્રની પોલો ખૂલી રહી છે. રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે વાહનચાલકો આખરે કંટાળી અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
એ જ રીતે ભરૂચના જૂના બ્રિજ સરદાર બ્રિજ પરથી લગભગ ત્રણથી ચાર કિલોમીટરનાં રસ્તા પર મસમોટા ખાડા પડી જવાને કારણે ધૂળ ઘણી ઊડી રહી છે જેને પગલે સરદાર બ્રીજથી મુલડ ટોલટેક્ષ વચ્ચે 0 વિઝિબ્લીટી જેવો માહોલ સર્જાયો હતો. રસ્તાઓની હાલત ગંભીર હોવાને કારણે મોટા વાહનો દ્વારા રસ્તા પર સતત ધૂળ ઊડી રહી છે જેને કારણે ધુમ્મસ જેવો માહોલ સર્જાયો હતો. તે સાથે સતત ઊડી રહેલ ધૂળને કારણે ટુ વ્હીલર ચાલકોને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે.
તંત્ર દ્વારા રસ્તાઓ સમારકામની કામગીરી તો હાથ ધરવામાં આવી છે પરંતુ વહેલી તકે જો કામગીરી પૂર્ણ કરવામાં આવે તો વાહનચાલકોને મુશ્કેલીમાંથી વહેલી ટકે છુટકારો મળી રહેશે.