ભરૂચ શહેર અને જીલ્લામાં મહિલાઓ આસ્થા સાથે દશામાં વ્રત કરતી હોય છે આગામી રવિવારથી વ્રતનો પ્રારંભ થનાર છે તે પૂર્વે ભરુચ શહેર અને જીલ્લાની બજારમાં દશામાં ની રંગબીરંગી મૂર્તિઓનું જોવા મળી રહી છે. કોરોના અંતર્ગત લોક મેળા સહિત અનેક જાહેર તહેવારો રદ થયા છે ત્યારે ઘેર ઘેર મૂર્તિઓનું સ્થાપન કરી ઘેર બેસીને જ કરવામાં આવતા માં દશામાંનાં વ્રતનો રવિવારથી પ્રારંભ થનાર છે ત્યારે મહિલાઓ આસ્થા ભેર મૂર્તિઓની ખરીદી કરી રહી છે.
જેથી બજારમાં ઠેર ઠેર માં દશામાંની રંગબીરંગી મૂર્તિઓ જોવા મળે છે અને રવિવારે ઘેરઘેર મહિલાઓ આસ્થાભેર મૂર્તિનું સ્થાપન કરી ધાર્મિક વ્રતનો પ્રારંભ કરશે અને પોતાની મનોકામના સાથે સમગ્ર વિશ્વમાંથી હવે કોરોના મહામારી નાશ પામે તેવી પણ આસ્થા ભેર પ્રાર્થના કરશે.
અષાઢ વદ અમાસ તા.૮ ઓગષ્ટને રવિવારથી દશામાના વ્રતનો આરંભ થશે. રાજયભર ભરમાં દશામાંનો રવિવારથી પ્રારંભ થઇ રહયો છે. અમાસના રોજ દશામાના વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે મહિલા શ્રધ્ધાળુઓમાં ધર્મોલ્લાસ પ્રર્વતી રહ્યો છે. આ દિવસોમાં ઘરે, શેરીઓમાં તેમજ મહોલ્લાઓમાં દશામાની મૂર્તિ કે સાંઢણીનુ વિધિવત સ્થાપ કરવામાં આવે છે અને દશ દિવસ સુધી અત્રે દશમાનુ ખાસ પૂજન અર્ચન સત્સંગ, આરતી કીર્તન અને પ્રસાદનુ વિતરણ કરવામાં આવે છે. આ દસ દિવસ દરમિયાન વ્રતધારી મહિલાઓ દરરોજ ઉપવાસ કરી પજન કરી અર્ચન કરે છે અંતમાં વ્રતધારી પરિવારો દ્વારા દશામાંની મૂર્તિનુ દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. અને વ્રતની પૂર્ણાહુતી કરવામાં આવે છે. ભાવનગરમાં આ વ્રતના બે દિવસ પહેલા દશામાંની મૂર્તિ ઘરે લાવવાની પ્રથા હોય છે પરંતુ કોરોના મહામારીના કારણે આ વર્ષે સાદાઇથી ઉજવણી કરવામાં આવશે. ગામડાઓ અને શહેરના સહિતના વિસ્તારોમાં દશામાની મૂર્તિનુ વેચાણ કરવામાં આવી રહ્યુ છે. જો કે આ વર્ષે ધરાકીનો અભાવ જોવા મળી રહયો છે.