Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓલ ઇન્ડિયા ઉલમા બોર્ડ દ્વારા ખોડા મુસ્તુફાની નિમણૂક કરાઈ.

Share

ઓલ ઇન્ડિયા ઉલમા બોર્ડ તરફથી તા.5 મી ઓગસ્ટના રોજ પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી મુકામે મૌજુદા હાલત ઓર હમ માં આ કાર્યક્રમ યોજવમાં આવ્યો હતો. ભારતભરના આખા દેશમાંથી બધા જ રાજ્યોના પ્રમુખો તથા ભારતભરમાંથી વિવિધ ધર્મના બુદ્ધિ જીવીઓ ઉલમાઓ, રાજકારણીઓ તથા વિશ્લેશનોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગમાં ભારત દેશમાં મુસલમાનોનું સ્થાન મુસ્લિમોનું યોગદાન, મુસ્લિમોનું એજ્યુકેશન, ધંધો, રોજગાર તથા મુસ્લિમોનું ભવિષ્ય વગેરે બાબતર ખુલ્લા મંચ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે હફિજુલ્લા હાજી રહેમતતુલ્લા શેખ અંકલેશ્વર ભરૂચના સાહેબનર ‘હજરત સુલતાનુલ હિન્દ ખ્વાજા ‘મૈયુદીન ચિસ્તીના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા તે સાથે ઓલ ઇન્ડિયા ઉલમા બોર્ડ તરફથી હાજી મુસ્તુફા ખોડાઓને ગુજરાત સ્ટેટ માટે જનરલ સેક્રેટરીના પદ માટે ગુજરાત વક્ફરિંગમાં નિમણુક કરી હતી.

આ પ્રસંગમાં જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે આપણા અધિકારો માટે આપણા હકો માટે જાગૃત થવાની ખુબ જરૂર છે એ અધિકારોની પ્રાપ્તિની સફળતા માટે જે લોકો જજુમે છે. આપણે એક મંચ ઉપર આવતા પહેલા બધા જ ફિરકામાં જર વિવાદો છે તે વિવાદોને બાજુ પર મુકવા પડશે અને સમાજના જે એક સમાન મુદ્દા છે તેનું લિસ્ટ બનાવી તે જ મુદ્દો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

યાકુબ પટેલ

Advertisement

Share

Related posts

ભરૂચ:ભુવા ચોકડી નજીક માછી સમાજ દ્વારા વિરોધ પ્રદશન કરાયું,નદીમાં ખૂંટા મારવા મુદ્દે થયું આંદોલન…

ProudOfGujarat

નડિયાદ નગરપાલિકાની સામાન્યસભા બે મિનિટમાં પૂર્ણ, ૧૯ વિકાસના કામો મંજૂર

ProudOfGujarat

ભરૂચના નોંધણા ગામે કાંટાની વાડ તોડવા બાબતે જૂથ અથડામણમાં 13 આરોપીની પોલીસે કરી અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!