ભરૂચ અને ભરૂચની આસપાસના હદ વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જ્થ્થાનું વેચાણ ઘણું વધી રહ્યું છે. વેચાણ કરનાર બુટલેગરો બેફામ બની રહ્યા છે. રાજ્યમાં વિદેશી દારૂ પર પ્રતિબંધ હોવા છતાં ઇંગ્લિશ દારૂ વેચાઈ રહ્યો છે. ત્યારે ભરૂચના નેત્રંગ વિસ્તારમાથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર નેત્રંગ પોલીસ પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમીદારથી મળેલ બાતમીને આધારે ડેડીયાપાડા તરફથી એક સફેદ કલરનું છોટા હાથી ટેમ્પો નંબર GJ 05 BU 5776 ના તળીયાના ભાગે ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો.
જેમાં ટેમ્પાનો નેત્રંગ પોલીસે પીછો કર્યો હતો અને બાપા સીતારામ હોટલ પાસે ટેમ્પો ઊભો રખાવી અને કોર્ડન કરતાં તેમાથી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ 962 જેની કિંમત 1,02,800/- તથા મોબાઈલ નંગ એક જેની કિંમત 500/- સહિત પ્લાસ્ટિકની ખાલી કેરેટ નંગ 41 જેની કિમત 4100/- તથા છોટા હાથીની કિંમત 4,50,000/- મળીને કુલ રૂ. 5,57,400/- ના મુદ્દામાલ સહિત ટેમ્પા ચાલક આરોપી અલ્લાઉદ્દીન ઇસુબભાઈ મલેક રહે. આશિયાના નગર, ભારત બેકરીની બાજુમાં બારડોલી, સુરત નાઓની નેત્રંગ પોલીસે ધરપકડ કરી અને વોન્ટેડ આરોપી ભરતભાઇ રહે. નંદુરબાર, મહારાષ્ટ્રનાઓની ધરપકડ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.
રિધ્ધી પંચાલ , ભરુચ