ભરૂચ અંકલેશ્વરને જોડતા નેશલન હાઇવે નંબર 48 ઘણા સમયથી ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ તો ઉઘરાવામાં આવે છે પણ રસ્તાઓ ઉપર પડેલા મસમોટા ખાડાઓ પુરવામાં ન આવતા હોવાની લોકચર્ચાઓ ઉભી થઇ હતી. ત્યારે આખરે હાઇવે ઓથોરિટીએ રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરી હતી.
છેલ્લા ઘણા સમયથી ભરૂચ અંકલેશ્વર વચ્ચે સર્જાઈ રહેલા ટ્રાફિકને કારણે લોકોમાં આક્રોશનો માહોલ સર્જાયો હતો.દરરોજ થઇ રહેલ ટ્રાફિકની સમસ્યાથી લોકો કંટાળ્યા હતા જેની સામે હવે રાહતના સમાચાર આવ્યા હતા. રસ્તાઓ પર વહન કરતા મસમોટા વાહનોને કારણે રસ્તાની સ્થિતિ દયનીય બની હતી. જેમાં મસમોટા ખાડાઓ પડી ગયા હતા જેની સામે કલાકોનો ટ્રાફિક જામ રહેતો હતો. તો તંત્રને ઘણી રજુઆતો કર્યા બાદ ચોમાસાની સીઝન અડધી પુરી થઇ છે અને તંત્રએ આખરે કામગીરી હાથ ધરી છે. ઝાડેશ્વરથી મુલદ સુધીના માર્ગ પર રસ્તાઓનું રીપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. તેથી રાહદારીઓ રાહત અનુભવી રહ્યા છે.
આખરે તંત્ર જાગ્યુ : ભરૂચ – અંકલેશ્વર ને. હા. 48 ના ખાડાઓ પૂરવાની કામગીરી હાથધરી.
Advertisement