ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડુંગરી નજીક આવેલ બાવા રેહાન દરગાહ ફરી એકવાર ચર્ચામાં આવી છે, જ્યા દરગાહની તળાવની જમીનમાં રહેણાંક બંગલાનું બાંધકામ કોઈ પણ જાતની બૌડા કચેરી કે વકફ બોર્ડની મંજૂરી વગર ટ્રસ્ટીઓ તેમજ બિલ્ડર સહિતનાના લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાની લેખિતમાં રજુઆત ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીની બૌડા શાખામાં મોટી ડુંગરીના રહીશ મોહંમદ હનીફ રીફાકતી દ્વારા કરવામાં આવી છે.
વધુમાં રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે બિલ્ડર સહિતના લોકોના મેળાપીપણામાં જે બાંધકામ શરૂ થયું છે જેના કારણે સમાજમાં પણ ખોટી ગેરસમજ ઉભી થયેલ છે, અને સમાજમાં વિખવાદ ઉભો કરવામાં આવ્યો છે, જેથી આ ગેરકાયદેસર અને વગર પરમિશને ચાલતા બાંધકામને તાત્કાલિક ધોરણે અટકાવવા માટે વિનંતી કરવામાં આવી છે.
મહત્વની બાબત છે કે ભુતકાળમાં પણ અનેક સ્થાનો પર વકફની જગ્યાઓ પર કબ્જા મામલે અનેક મામલાઓ ચર્ચામાં આવ્યા હતા તેવામાં શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા બાવા રેહાન દરગાહ તળાવ પાસે થઈ રહેલા આ બંગલાના બાંધકામ ગેરકાયદેસર હોવાના આક્ષેપો સામે આવતા મામલો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, ત્યારે મામલે તંત્રએ પણ સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.