સમગ્ર રાજ્યમાં વિજય રૂપાણી સરકારના સફળતાના પાંચ વર્ષ પૂરા થયાની વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે આજરોજ વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના ઓમકાર નાથ હોલ ખાતે પાંચ વર્ષ આપણી સરકારના અંતર્ગત આજરોજ વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભરુચ જિલ્લાના શક્તિનાથ વિસ્તાર ખાતે આવેલ પંડિત ઓમકારનાથ ટાઉન હૉલ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દીપ પ્રાગટય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભરુચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં કોરોના મહામરી દરમિયાન જે વિકાસ પર બ્રેક લાગી હતી તે મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી હતી સાથે કોરોના ગાઈડલાઈનોનું પાલન કરવામાં આવ્યું હતું.
Advertisement