Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : વિશ્વ સ્તનપાન દિવસની રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરાઇ.

Share

વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ તા.06-08-2021 ના રોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા એમ.આઈ.પટેલ રોટરી યૂથ સેન્ટર ખાતે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં 60 જેટલી આશા વર્કર બહેનો અને આશરે 20 જેટલી નર્સોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લાના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી ડો. જે.એસ.દુલેરાએ તેમના પ્રેરણાત્મક શબ્દો પ્રદાન કર્યા હતા. આ સાથે ઝઘડીયા સેવા રૂરલમાંથી આવેલ ડો.શોભા શાહ, ગાયત્રીબેન પટેલ, ફરજના બેન અને રેણુકા બેને નવજાત શિશુ, સ્તનપાન કરાવતી માતા અને સ્તનપાનની સમસ્યાઓને લગતી જરૂરી માહિતી પૂરી પાડી હતી.

Advertisement

આ કાર્યક્રમમાં રોટરી કલબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ રો.ડો. વિક્રમ પ્રેમકુમાર, સેક્રેટરી રો. રચના પોદ્દાર, ઇનરવ્હીલ પ્રેસિડેન્ટ રીઝવાના જમીનદાર, રો. ડો પાલક કાપડિયા, એમ.આઈ.પટેલ રોટરી ક્લબ ઓફ ભરૂચના ચેરમેન રો. કેતન શાહ તથા અન્ય રોટેરીયન મિત્રોએ હાજરી આપી હતી.


Share

Related posts

ભરૂચ : પોલિયો નાબુદીકરણ અંગે એસ.વી.એમ હાયર સેકન્ડરી સ્કૂલનાં વિદ્યાર્થીઓની નવી પહેલ.

ProudOfGujarat

ભરૂચનાં કાંકરિયા ગામનાં 37 હિંદુ પરિવારનું ધર્માંતરણ કરાવનાર 4 આરોપીઓની ધરપકડ…

ProudOfGujarat

વાલિયા ગ્રામ પંચાયતમાં ફરી એકવાર સરપંચ વિરુદ્ધ ૧૨ સભ્યોમાંથી ૯ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત લાવતા વાલિયા ગ્રામમાં ભૂકંપ સર્જાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!