ગત તારીખ 01/08/2021 ના રોજ દિલ્લીમાં જે કેંટ વિધાનસભા વિસ્તાર છે તે વિસ્તારની અંદર એક નાનકડું ગામ નાંગલ આવેલ છે ત્યાં કચરો વીણી અને પોતાનું જીવન – ગુજરાન ચલાવતા એક વાલ્મીકિ સમાજના અનુસુચિત જાતિની 9 વર્ષની બાળા પર નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો અને બાળાને જીવતી સળગાવી દેવાથી તેનું મોત નીપજ્યુ હતું.
દિલ્હીમાં કેજરીવાલની આપ સરકાર હોય અને બળાત્કારની વારંવાર ઘટનાઓ બનતી હોય તો ખરેખર નિંદનીય બાબત છે. જે અર્થે આજરોજ ભરૂચ અનુસુચિત જાતીના લોકો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરીએ કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓને કડક સજા મળે અને તેમણે ફાંસીની સજા આપવામાં આવે. આવનાર સમયમાં આવી કોઈ ઘટના ન બને તે હેતુસર આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું.
Advertisement