ભરૂચ – નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા આજરોજ કૃષિ બચાવ અભિયાન યોજાયો હતો. આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં યોજાઇ રહ્યો છે. તાજેતરમાં ખેડૂતોને લઈને એક ઘટના બની છે, માનવસર્જિત કેમિકલોના ઉપયોગથી ભરૂચ જિલ્લાના ખેડૂતોને જે નુકશાન થયું છે તે અંતર્ગત કૃષિ બચાવ અભિયાન યોજવામાં આવી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના ભરૂચ, આમોદ, વાગરાને જંબુસરના ખેડૂતોએ દોઢ લાખ કરતાં પણ વધુ એકર જમીન પર જે કપાસના પાકોનું વાવેતર કર્યું હતું તે દરેક વાવતેર પર રસાયણિક કંપનીના હવાથી પ્રદૂષણ થવાને કારણે નુકશાન થયું છે જેને પગલે ખેડૂતો દેવાદાર બન્યા છે. કપાસ ઉપરાંત તુવેર અને અમુક ગામડાઓમાં ઝાડ-પાન પણ કેમીક્લને કારણે નાશ પામ્યા છે. અમુક ગામોમાં તુલસીના છોડ પણ સુકાઈ ગયા છે. આની બે ગામોમાં ભયંકર રસાયણિક કેમિકલ યુક્ત પ્રદૂષણને કારણે કુતરાના વાળ પણ ખરી જવા પામ્યા છે અને અમુક ગામડાઓમાં મનુષ્યના માથાના વાળ ઉતારી રહ્યા છે, આવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાત્કાલિક ટૂંકી નોટિસમાં દરેક તાલુકામાંથી થઈને 25 થી 30 જેટલા ખેડૂતોને બોલાવી અને કૃષિ બચાવ અભિયાનની મિટિંગ રાખવામા આવી હતી.
મિટિંગના ભાગરૂપે તાત્કાલિક ધોરણે કૃષિ બચાવો અભિયાન હેઠળ એક ફોર્મ પણ બનાવમાં આવ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ગામડાઓમાં સર્વે કરવામાં આવશે જે અંતર્ગત કઈ કંપની દ્વારા સમસ્યાઓ ઊભી થઈ છે તેનું વિશ્લેષણ કરવામાં આવશે.
અભિયાન યોજવાનું મુખ્ય કરણ એ છે કે કોઈ પણ ખેડૂત નાસીપાસ થઈ અને આપધાત કરવાનો પ્રયાસ ન કરે અને ખેડૂતોને થયેલ નુકશાન આઠે તેમણે યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રિધ્ધી પંચાલ, ભરુચ