ભરૂચ જીલ્લામાં આવેલ વાગરા, આમોદ, જંબુસર, અંકલેશ્વર, ઝઘડીયા તાલુકામાં ખેડૂતો કપાસ, કઠોળ, શાકભાજી અને બાગાયતી ખેતીની વ્યાપક પ્રમાણમાં ખેતી કરે છે. ભરૂચ જીલ્લામાં આવેલી ઘણી કંપનીઓ મારફતે ઝેરી રસાયણ અને ઝેરી દવાઓ છોડવામાં આવે છે આ ઝેરી દવા અને રસાયણ તેમજ દૂષિત પાણીથી જિલ્લાના ખેડૂતોની લાખો હેક્ટર જમીનમાં અલગ અલગ ખેતીના પાકોને ઝાડ તથા પર્યાવરણને ખુબ જ વ્યાપક પ્રમાણમાં નુકશાન થઈ રહ્યું છે જેને પગલે ઘણા ખેડૂતો બેકાર બન્યા છે.
સાથે સાથે મનુષ્યના સ્વાસ્થ્ય પર પણ માઠી અસર થઈ રહી છે. જેથી આ તમામ વિસ્તારમાં લોકોને વ્યાપક પ્રમાણમા આર્થિક નુકશાન થયેલ છે. જી.પી.સી.બી. દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં સદર કંપનીઓ સામે પગલાં લેવાતા નથી જેને કારણે જિલ્લાનાં ખેડૂતોમાં રોષની લાગણી વધતી જવાથી ખેડૂતો આંદોલનના માર્ગે જાય તેમ છે જેથી સદર કંપનીઓ સામે તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરવી જવાબદાર કંપનીઓ સામે વહેલી તકે કડક કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી.
કંપનીઓ મારફતે છોડાતું રસાયણ, દૂષિત પાણી અને હવા વહેલી તકે બંધ કરાવી ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવી ભરૂચ જિલ્લાના ખેડૂતોનું હિત સાચવવા યોગ્ય ન્યાયદાયી નિર્ણય લેવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
અગાઉ પણ સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી અને જો યોગ્ય નિર્ણય નહી લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.
રિધ્ધી પંચાલ, ભરુચ