Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિમંડળ દ્વારા વાગરા તાલુકાના ખોજબલ અને ભેસલી ગામના ખેડૂતો સાથે રૂબરૂ મુલાકાત.

Share

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનું પ્રતિનિધિમંડળ આજે વાગરા તાલુકાના ખોજબલ અને ભેસલી ગામના ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. હાલમાં જે કપાસ તુવેર સહિતનો ખેતી પાકમા વાયુ પ્રદુષણના કારણે વિકૃતિઓ જોવા મળી છે. જેનાથી પાક નાશ પામ્યો છે. આ અંગે પ્રતિનિધિ મંડળ દ્વારા સ્થળ તપાસ કરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં અનેક ગામોની પણ સ્થળ મુલાકાત લેનાર છે.

ઉપરોક્ત પ્રતિનિધિમંડળમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલ સિંહ રાણા, સંદીપ માંગરોલા, હસુભાઈ પટેલ, સુલેમાન પટેલ, શેરખાન પઠાણ, સાદીકભાઈ સરપંચ આસિફભાઈ ખોજબલ, સુરેશ પરમાર નાઓએ સ્થાનિક ખેડૂતોની સાથે ચર્ચા-વિચારણા કરી આગામી દિવસોની અંદર અસરગ્રસ્ત ગામડાઓમાં ફરીને જન આંદોલન ઉભું કરવાનો હુકાર કર્યો હતો. સંદીપ માંગરોલા દ્વારા ઓનલાઈન સર્વેની કાર્યવાહી શરૂ કરી છે. જેની લિંક સોશ્યલ મીડિયા દ્વારા આપવા અંગેની માહિતી પણ તેઓએ આપી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોના સર્વે કરી સરકાર આર્થિક સહાય ચૂકવે એ બાબતની રજૂઆત પ્રબળ બનાવવામા આવશે.

ઉપસ્થિત ખેડૂતોએ પણ આર્થિક સહાય સરકાર દ્વારા મળે તેમજ ભવિષ્યમા આવી પરિસ્થિતિને રોકવા સરકાર પગલા ભરે એવી લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા, ભરૂચ, વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર તાલુકાના અસંખ્ય ગામોની અંદર આ પ્રમાણે પાક નાશ પામવાની પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. ત્યારે કોંગ્રેસના આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાંચ વર્ષની ઉજવણીમા વ્યસ્ત છે જ્યારે ખેડૂતો બેહાલ છે.

Advertisement

સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા બતાવવાની જરૂર છે માત્ર જાહેરાતો અને ઉજવણી કરવાથી સરકાર સંવેદનશીલ સાબિત નથી થવાની એવો શૂર આમ પ્રજા વ્યક્ત કરી રહી છે. ત્યારે સંવેદનશીલ સરકાર હોવાનો દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં રોજ મંત્રીઓ ઉજવણી માટે આવે છે અને આજનો દિવસ ખેડૂતોના સન્માનના દિવસ તરીકે સરકાર ઉજવી રહી છે પણ ખેડૂતોના લાખો હેકટરનો પાક નાશ પામ્યો છે એ બાબતનો કોઈ ચર્ચા પણ થતી નથી એ દુઃખદ છે અને સરકારના અસ્વેદનશીલતાના દર્શન કરાવે છે. ત્યારે ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર પણ રોજેરોજ મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની આગતા સાગતામાં વ્યસ્ત રહે છે ત્યારે ખેડૂતો તેમની ઉપર ખૂબ આક્રોશમાં છે.

આ અંગે કોઈ પગલા નહીં ભરાય તો સ્થાનિક ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો કલેકટર કચેરી ઉપર આંદોલન કરવાની ફરજ પડશે એવી લાગણી વ્યક્ત કરી હતી. ઉપરોક્ત મામલે નામદાર ગુજરાત હાઈકોર્ટમા જાહેર હિતની અરજી મુખ્ય ન્યાયાધીશ શ્રી વિક્રમનાથ સાહેબની કોર્ટમાં દાખલ કરવાની કાર્યવાહી અંગે સંદીપ માંગરોલાએ ખેડૂતોને માહિતગાર કર્યા હતા. કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિમંડળે સમગ્ર ભરૂચ જિલ્લા અને વડોદરા જિલ્લાના અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત કરીને ખેડૂતોને એકત્રિત કરી આંદોલનને મજબૂત બનાવવા માટે ખેડૂતોને આગળ આવવા આહવાન કર્યું છે.


Share

Related posts

આમોદ ની મુખ્ય કન્યા શાળા મા વાર્ષિક ઊત્સવ ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને પી.આઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, પાનોલી દ્વારા 5 લાખનું દાન મળ્યું.

ProudOfGujarat

ખેડા જિલ્લામાં 10 નગરપાલિકાનાં રૂ.૧૪.૨૮ કરોડના વીજ બિલ બાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!