રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં બાયોડિઝલ પર છેલ્લા કેટલાય સમયથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે પરંતુ ભરૂચ જિલ્લાના હાઇવે પર હાલ પણ બાયોડિઝલનું ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે. અંકલેશ્વરથી કરજણ વચ્ચે જ 25 થી 30 જેટલા બાયોડિઝલના પંપ નેશનલ હાઇવે 48 પર જોવા મળી રહ્યા છે. જે દરેક પંપ ગેરકાયદેસર રીતે ચલાવમાં આવી રહ્યા છે. ભરૂચ પોલીસ દ્વારા કોઈ કાયદેસર પગલું ન લેવાતા ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા ને.હા 48 પર રેડ કરવામાં આવી હતી.
ભરૂચ પોલીસ દ્વારા ચાલી રહેલા બાયોડીઝલનાં કૌભાંડમાં જાણે હપ્તા ચાલતા હોય તેમ લોક ચર્ચાઓ ઉઠી રહી હતી જેને પગલે ગાંધીનગર CID ક્રાઇમને ભરૂચના વિસ્તારોમાં રેડ કરવાની ફરજ પડી હતી. ભરૂચના પાલેજ અને નબીપુર વચ્ચેથી લાખોની મત્તાનું ગેરકાયદેસર બાયોડીઝલ પંપ ઝડપાયું હતું.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર પાલેજ અને નબીપુર વચ્ચે આવેલ બસેરા હોટલની પાસેના કંપાઉન્ડમાં શંકાસ્પદ બાયોડિઝલનાં ગેરકાયદેસરના પંપ સહિત અંડરગ્રાઉન્ડ ટાંકા મળી આવ્યા હતા જેમાં 23,000 લીટર બાયોડીઝલ સહિત 2 શંકાસ્પદ ટાંકા મળીએ આવતા તાત્કાલિક ધોરણે CID ક્રાઇમ દ્વારા તેને સીલ કરવામાં આવ્યા હતા. GPCB કે તંત્રની મંજૂરી વગર બાયોડીઝલ સંગ્રહ કરવામાં આવતું હતું. જેમાં 19 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. બાયોડિઝલ પંપ પરથી નિઝામ અબ્દુલ્લ મલપરા નામના શખ્સ સહિત અંદરના સંડોવણીના આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા જેઓની આગળની તપાસ પાલેજ પોલીસે હાથ ધરી હતી.
અગાઉ અંકલેશ્વર અને પાલેજ વચ્ચે રહેતા જાગૃત નાગરીકે ભરૂચ એસ.ઓ.જી અને ભરૂચ જિલ્લા કલેકટર એમ.ડી. મોડીયાને લેખિત અરજી આપી અને રજૂઆત કરી છે ગેરકાયદેસર રીતે ચાલતા કૌભાંડ વચ્ચે સ્થાનિક પોલીસ શું કરી રહે છે..? તંત્રની ઊંઘ નથી ઊડતી એ નિરાશાજનક બાબત છે.
રિધ્ધી પંચાલ, ભરુચ