Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં ફરી એકવાર ખૂની ખેલ સર્જાયો : વાહન હટાવવા બાબતે ઝઘડો થતા પાડોશીએ જ ચપ્પુના ઘા માર્યા.

Share

ભરૂચ જીલ્લામાં ફરી એકવાર ખૂની ખેલ સર્જાયો હતો. ભરૂચ પંથકમાં અગાઉ અનેકવાર ચ્પ્પુના ઘા મારી અને હત્યાના બનાવ બન્યા છે. નાની નાની વાતોમાં લોકો ઉશ્કેરાઈને લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે તેવો જ એક બનાવ આજરોજ બપોરના સમયે સર્જાયો હતો. સામાન્ય બાબતો હોવા છતાં ઉશ્કેરાયેલા એક ઇસમને યુવકને ચપ્પુના ઘા માર્યા હતા.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલ સોસાયટીમાં બે યુવકોએ વાહન હટાવવા બાબતે ઝઘડો થયો હતો. બંને વચ્ચે અથડામણ વધતાં પાડોશી ચપ્પુ લઈને આવી પહોચ્યો હતો અને નાની વાતે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વાહન ન હટાવનાર ઇસમને ચપપુના ઘા મારી અને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો જેને પગલે રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ઇજા પામેલ ઇસમને ગંભીર રીતે ચપ્પુના ઘા વાગતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ગુજરાત સરકારની વ્યાજખોરી સામેની મોહિમ અને તવાઈથી કેટલાય વ્યાજખોરો રાજ્ય છોડીને ભાગી ગયા : ગૃહમંત્રી હર્ષ સંઘવી

ProudOfGujarat

ભરૂચ : બુટલેગરોથી રક્ષણ મેળવવા માટે ભરૂચ જિલ્લા પોલીસવડાને માંગ કરતા રહેવાસીઓ.

ProudOfGujarat

ગોધરામાં લોકડાઉનની અસર નહિવત : શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સીંગનાં ધજાગરા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!