રૂપાણી સરકારનાં સફળતાના પાંચ વર્ષ ઉજવણીના ભાગરૂપે નવ દિવાસીય કાર્યક્રમ પૈકી આજરોજ નારી ગૌરવ દિન ઉજવણી નિમિતે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અઘ્યક્ષતામા કાર્યક્રમ ઓમકારનાથ હોલ ભરૂચ ખાતે યોજાયો હતો. જેમાં આજરોજ વિપક્ષની મહીલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.
ભારત સરકાર દ્વારા વધારવામાં આવેલ ભાવ સામે રાજય સરકાર દ્વારા જંગી વધારો કરવામાં આવી રહ્યો છે એ પછી પેટ્રોલ-ડીઝલ ભાવ હોય કે પછી રાંધણ ગેસનો ભાવ હોય દરેકના ભાવ વધી રહ્યા છે ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા અવારનવાર સરકારને વધતાં જતાં ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.
આજરોજ રૂપાણી સરકાર દ્વારા નારી ગૌરવ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ઝાડેશ્વર ચોકડી ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. હાથમાં પ્લે કાર્ડ લઈ વર્તમાન સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ઝાડેશ્વર ચોકડી ખાતે ટ્રાફીકનો ચક્કાજામ થતાં કોંગ્રેસી અગ્રણીઓનો પોલીસ સાથે ઘર્ષણ થતા 20 થી વધુ કોંગી આગેવાનો અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા બે દીવસથી કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજવામાં આવી રહી છે.
રિધ્ધી પંચાલ, ભરુચ