Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મકતમપુર અને જૂના બોરભાઠા બેટ પાસે નર્મદા નદીમાંથી એક જ દિવસમાં બે મૃતદેહ મળતા ખળભળાટ..!

Share

ભરૂચ અંકલેશ્વર પંથકમાં છેલ્લા કેટલાય સમયથી નર્મદા નદીને કિનારે યુવક યુવતીઓની લાશો તારી આવે છે તે જ રીતે આજરોજ એક જ જ્ગ્યા પર બે યુવકોના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામી હતી. ભરૂચ પંથકમાં આપઘાત અને મર્ડરના કેસો છેલ્લા ઘણા સમયથી ઘણા વધી રહ્યા છે જે તપાસનો વિષય બન્યો છે. કોરોના મહામારી બાદ પણ લોકો જીવનથી નાસીપાસ થઈ અને જીવન ટૂંકાવી રહ્યા છે.

ભરૂચ મકતમપુર બોરભાઠા બેટ પોસ્ટ ઓફીસ ફળિયું મેલડીમાતાના મંદિરવાળા નર્મદા નદીના કિનારેથી 3 દિવસથી અજાણી વ્યક્તિનો રઝડતો મૃતદેહ મળી આવ્યો હતો. કચરાના ઢગમાં છેલ્લા 3 થી 4 દિવસથી પડી રહેલા મૃતદેહને કૂતરા અને કાગડા કોતરી રહ્યા હતા. ત્યારે આ ઈસમ ક્યાનો છે અને ક્યાં કારણોસર તેનું મૃત્યુ થયું છે તે તપાસનો વિષય બન્યો હતો.

Advertisement

જેને લઈને આસપાસના વિસ્તારના રહીશો દ્વારા ભરૂચ સી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોચી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.

ત્યારે આજરોજ જ અંકલેશ્વર સી.ટી. પોલીસની હદમાં આવેલ જુના બોરભાઠા બેટ ગામના નદીકિનારે સ્મશાનની બાજુમાં પાણીમાં તરતી હાલતમાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવેલ છે. એક જ દિવસે બે મૃતદેહ મળી આવતા પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો જે અંગે અંકલેશ્વર સીટી પોલીસે તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

છોટાઉદેપુરમાં સુરક્ષા સેતુ સોસાયટી પોલીસ વિભાગ દ્વારા મેરેથોન દોડ યોજાઇ.

ProudOfGujarat

લીંબડી ખાતે ચુનારાવાડમાં ચોરનો તરખાટ, લાખોની ચોરી કરી ઇસમો ફરાર

ProudOfGujarat

ભરૂચમાં ટ્રાફિક સમસ્યા અંકુશમાં લાવવા પોલીસે શરૂ કરી ઝુંબેશ, આડેધડ પાર્કિંગ અને રોંગ સાઇડ આવતા વાહન ચાલકો સામે તવાઈ બોલાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!