Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે બુધવાર અને એકાદશીનો યોગ: ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાની પરંપરા

Share

બુધવાર, 4 ઓગસ્ટ એટલે આજે કામિકા એકાદશી છે. એકાદશીમાં ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાની પરંપરા છે. બુધવાર અને એકાદશીના યોગમાં વિષ્ણુજી સાથે ગણેશજીની પણ વિશેષ પૂજા કરવી જોઈએ.ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી મહાત્મ્ય અધ્યાય છે.

આ અધ્યાયમાં વર્ષભરની બધી એકાદશીઓ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. એકાદશીએ સ્નાન પછી ભગવાન વિષ્ણુનું લક્ષ્મીજી સાથે પૂજન કરો. કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો. પૂજામાં ફળ-ફૂલ, ગંગાજળ, ધૂપ-દીપ અને પ્રસાદ અર્પણ કરો. ભગવાન વિષ્ણુને કેળા અને હલવાનો ભોગ ધરાવો. વિષ્ણુજીને પીળા વસ્ત્ર ચઢાવો. વિષ્ણુજી સાથે લક્ષ્મીજીની પણ પૂજા કરો. વ્રત કરનાર ભક્તે દિવસમાં એક સમયે ફળાહાર કરવો જોઈએ.

Advertisement

રાતે ભગવાન વિષ્ણુ સામે દીવો પ્રગટાવવો જોઈએ. ભગવાનના મંત્રનો જાપ કરો. બીજા દિવસે એટલે બારસ તિથિએ કોઈ બ્રાહ્મણને દાન-દક્ષિણા આપો. તે પછી ભોજન ગ્રહણ કરો.કામિકા એકાદશીએ કરવામાં આવતા વ્રત-ઉપવાસથી બધા પાપથી મુક્તિ મળી શકે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. હિંદુ પંચાંગના એક મહિનામાં બે એકાદશીઓ આવે છે.

એક વદ પક્ષ અને બીજી સુદ પક્ષમાં. જો કોઈ વર્ષમાં અધિકમાસ હોય તો તે વર્ષમાં 26 એકાદશીઓ આવે છે. સામાન્ય વર્ષમાં 24 એકાદશીઓ હોય છે. એકાદશીએે વ્રત અને પૂજા પછી બ્રાહ્મણોને દાન આપવામાં આવે છે. એકાદશીએ સ્નાન પછી ભગવાન વિષ્ણુનું લક્ષ્મીજી સાથે પૂજન કરો. કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો. પૂજામાં ફળ-ફૂલ, ગંગાજળ, ધૂપ-દીપ અને પ્રસાદ અર્પણ કરો.
ભગવાન વિષ્ણુને કેળા અને હલવાનો ભોગ ધરાવો. વિષ્ણુજીને પીળા વસ્ત્ર ચઢાવો. વિષ્ણુજી સાથે લક્ષ્મીજીની પણ પૂજા કરો. વ્રત કરનાર ભક્તે દિવસમાં એક સમયે ફળાહાર કરવો જોઈએ. રાતે ભગવાન વિષ્ણુ સામે દીવો પ્રગટાવવો જોઈએ. ભગવાનના મંત્રનો જાપ કરો. બીજા દિવસે એટલે બારસ તિથિએ કોઈ બ્રાહ્મણને દાન-દક્ષિણા આપો. તે પછી ભોજન ગ્રહણ કરો.


Share

Related posts

ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા રોજગારી દિવસે ઉગ્ર વિરોધ પ્રદર્શન…

ProudOfGujarat

ભરૂચ એ ડિવિઝન પોલીસનાં સર્વેલન્સ ટીમે સિવિલ હોસ્પિટલમાં અગાઉ થયેલ કોપરનાં પાઇપની ચોરીના ગુનામાં નાસતો ફરતો એક આરોપીને ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

ડેડીયાપાડા : સખી વનસ્ટોપ સેન્ટર નર્મદા દ્વારા વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!