ભરૂચ પંથકમાં ગંદકીને લગતા પ્રશ્નો ઘણા ઉદ્દભવી રહ્યા છે તેવો જ એક કિસ્સો આજરોજ સામે આવ્યો હતો. એપ્પલ ઇન હોટલ પાસે આવેલ શાલીમર કોમ્પ્લેક્ષ પાસે પાણી ભરાઈ જતાં તેની દુર્ગંધથી અને કિચડ રહીશોમાં આક્રોશ સર્જાયો હતો. જેને પગલે ભરૂચ નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી જેને કારણે તંત્ર દોડતું થયું હતું.
ગંદકી સર્જાવાનું મુખ્ય કારણ એપ્પલ ઇન હોટલમાંથી સોસાયટીના રસ્તાઓ પર ખુલ્લામાં નીકળતું પાણી છે. શાલીમાર કોમ્પ્લેક્ષ એપ્પલ ઇન હોટેલની પાછળના ભાગમાં આવેલું છે જેથી હોટલના પાછળના ભાગને જાણે દંપિંગ બનાવી દીધું હોય તેમ ગંદા પાણીનો નિકાલ સહિત એઠવાડ ઠાલવવામાં આવી રહ્યું છે તેમ રહીશોનું કહેવું છે.
સોસાયટીના મુખ્ય માર્ગો પર પાણી અને દુર્ગંધ મારતો એઠવાડ ઠાલવવાથી રહીશોમાં બીમારી ફેલાવાનો ભય રહે છે. રસ્તા પરથી બાઈકો, ગાડીઓ અને નાના બાળકો અને વૃદ્ધ દરેક વયના લોકો પસાર થઈ રહ્યા છે જેઓને ઘણી મુશ્કેલી પડતી હોય છે, જેથી અનેક વાર હોટલના સ્ટાફને જાણ કરવા છતાં જેસે થે વેસેની હાલત સર્જાઈ હતી. જેથી રહીશોએ કંટાળી અને આખરે ભરૂચ નગરપાલીકાને ગતરોજ વહેલીતક ગંદકીનો યોગ્ય નિકાલ કરવા અરજી આપી અને રજૂઆત કરવામાં આવી હતી.
રિદ્ધિ પંચાલ : ભરુચ