રૂપાણી સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે અન્નોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાજ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. દાંડીયા બજાર સ્કૂલ ખાતે વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમ યોજયો હતો જેમાં ભરૂચ જિલ્લાના લોકોએ હાજરી આપી હતી.
મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદમાં જણાવ્યું હતું કે દિવાળી સુધી ગરીબોને મફત અનાજ મળશે. મોદીએ ગુજરાત સરકારની કામગીરીને વખાણી હતી. ભારતે કોરોના સંક્રમણના પ્રથમ દિવસથી આ સંકટને સમજીને એના પણ કામ કર્યું. આજે વિશ્વભરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વખાણ થઇ રહ્યાં છે. આ યોજના પાછળ સરકાર દ્વારા 2 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે.
એનો હેતુ ભારતની એકપણ વ્યક્તિ ભૂખી ન સૂવે એ છે. આ યોજનામાં રાશન કાર્ડધારકોને પહેલાં કરતાં બે ગણી માત્રામાં અનાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજના દિવાળી સુધી ચાલવાની છે. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અન્ન ઉત્સવ દિન નિમિત્તે ભરૂચ દાંડીયા બજાર સ્કૂલ ખાતે વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમ યોજયો હતો.
આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રાજ્યના 17 હજાર પંડિત દિનદયાલ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી ‘અન્નોત્સવ’ અન્વયે 4.25 લાખ ગરીબ-અંત્યોદય પરિવારોને વ્યકિતદીઠ 5 કિલો અનાજ કિટ વિનામૂલ્યે વિતરણ પણ આ કાર્યક્રમથી શરૂ કરવામાં આવી છે. જ્યારે નવાડેરા સ્કૂલ ખાતે લોકોને બોલાવી કાર્યક્રમ બતાવી સસ્તા અનાજની દુકાન ખાતેથી અનાજ લેવા જણાવી રવાના કરાયા હતા.