ભરૂચ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી અને વધતાં જતાં જંગી ભાવો સામે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે. અગાઉ પણ મોંધવારી મુદ્દે અનેકવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. તે જ રીતે આજે નેત્રંગ ચાર રસ્તા ખાતે અન્ન અધિકાર અભિયાન તેમજ મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓ પર કોંગ્રેસ ફરી એકવાર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે.
છેલ્લા 2 વર્ષથી સમગ્ર દેશની પરિસ્થિતી ઘણી કપરી રહી છે ત્યારે કેટલાકની નોકરીઓ છૂટી છે તો કેટલાકના ધંધાઓ ઠપ થાય છે ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવમાં રોજબરોજનો જંગી વધારો સહિત રાંધણગેસમાં પણ થઈ રહેલ વધારા સહિત અનાજના ભાવો સાથે દરેક વસ્તુમાં ભાવ વધ્યા છે ત્યારે મધ્યમથી ગરીબ વર્ગના લોકો માટે જીવન જીવવું મુશ્કેલ બન્યું છે ત્યારે સત્તાપક્ષ સામે કોંગ્રેસ સમિતિ દ્વારા અનેક મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન નોધાઈ રહયો છે.
આજરોજ નેત્રંગ ચાર રસ્તાથી તાલુકા સેવા સદન સુધી કોંગી આગેવાનોએ ભાજપા સરકાર સામે રેલી યોજી હતી. જેમાં કોંગ્રેસી આગેવાનોએ સત્તાપક્ષ સામે વિરોધ નોંધાવ્યો હતો. રસ્તાઓ પર ચક્કાજામ કરી અને પગપાળા પોસ્ટરો સાથે રેલી કાઢવામાં આવી હતી જેમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસ દ્વારા 10 થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
નેત્રંગ ચાર રસ્તા ખાતે અન્ન અધિકાર અભિયાન અને મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન.
Advertisement