ભરૂચ થી ઝાડેશ્વર તરફ જવાના માર્ગ પર સતત જવાના વાહન વ્યવહાર ધમધમતો રહે છે ત્યારે લગભગ દરરોજ નાના મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે. જેમ કે તારીખ ૨૦-૦૨-૧૮ નાં રોજ રાત્રીના સમયે ભરૂચ થી ઝાડેશ્વર તરફ જવાના રસ્તા પર આવેલ ચામુંડા મંદિર પાસે મેસ્ટ્રો કાર અને સ્કૂટી પેપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવની વિગત જોતા ભરૂચ સી ડીવીઝન પોલીસના જણાવ્યા અનુસાર અને ફરિયાદી જનક કુમાર ઇન્દ્રવદન પંડ્યાની પોલીસ ફરિયાદ મુજબ રાત્રીના સમયે લગભગ દોઢ વાગ્યે આ બનાવ બન્યો હતો. જેમાં કમલેશ અશોક વસાવા રહે.બોર ભાઠા બેટ અંકલેશ્વર તેની કાર નબર જીજે ૧૬ સિજી ૧૩૯૨ ફૂલ ઝડપે અને બેદરકાર એ પૂર્વક હંકારતા ચામુંડા મંદિર પાસે સ્કૂટી પેપ નબર જીજે ૦૬ એફી ૫૭૯૩ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેથી સ્કૂટી પેપ ની પાછલી સિટ પર બેઠેલ ગ્રીષ્મા દિક્ષિત ઉમર વર્ષ ૨૬ ને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે સ્કૂટી પેપ હંકારતા ત્રંબક ભાઈ દિક્ષિત ને માથાના ભાગે ઈજા પહોચી હતી. તેમજ આ બનાવના આરોપી અને મેસ્ટ્રો કારના ચાલક કમલેશ વસાવાને પણ માથાના ભાગે ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ ખાતે દાખલ કરવામાં આવેલ છે. આ બનાવાની તપાસ સી ડીવીઝન નાં પી.એસ.આઈ પી.બી.પાટિલ કરી રહ્યા છે.