ભરૂચ જીલ્લામાં કચરા અંગેનો મુદ્દો હમેશા હાઇલાઇટમાં રહેતો હોય છે ક્યારેક કચરાની ગાડી સમયસર નથી આવતી તો ક્યારેક કચરાના ઢગ થઈ જતાં હોય છે પરંતુ તેનો કોઈ યોગ્ય નિકાલ થતો નથી જેને કારણે ગંદકીનું સામ્રાજ્ય વધી જતું હોય છે.
ભરૂચ રોટરી ક્લબ પાછળ આવેલ મારવાડી ટેકરા પર ગરીબ વર્ગના લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે કચરાને લઈને સાફ સફાઈ કર્મચારી દ્વારા ગેરરીતીભર્યું વર્તન કરવાં આવ્યું હતું. આસપાસના રહીશો દ્વારા જણવામાં આવ્યું હતું કે, કચરો રોજબરોજનો એટલો ભેગો થઈ જાય છે કે કોઈ જ ધ્યાન આપી રહ્યું નથી. મોટી મોટી બિલ્ડીંગોને સાફ સુધરી રાખવામા આવે છે પરંતુ ઝૂપડપટ્ટીમા કોઈ જાતની દેખરેખ રાખવામાં આવતી નથી. કચરાનો નિકાલ કરવાવાળા લોકો પણ વ્યવસ્થિત રીતે કામ ન કરતાં હોવાથી આસપાસના રહીશો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
ગંદકીનું સામ્રાજ્ય વધી જતાં મચ્છરનો ઉપદ્રવ અને રોગચાળો ફેલાવાનો ભય ઘણો રહતો હોય છે અવારનવાર રજૂઆત બાદ પણ કોઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી ન હતી. ઉમેશભાઈ ધોળાવાળાને રહીશો દ્વારા રજૂઆત બાદ તેમના દ્વારા કહેવામા આવ્યું હતું કે કચરો તમે તમારો રોડ પર નાંખી દો જેથી રહીશોએ બધો કચરો રસ્તાઓ પર નાંખી દીધો હતો પરંતુ નગરપાલિકાના કોઈ કર્મચારી દ્વારા સ્થળ પર પહોચીને કામગીરી હાથ ધરવામાં આવી ન હતી જેને પગલે રહીશોમાં આક્રોશનો માહોલ સર્જાયો હતો.