ગત તા. 29 મી જુલાઇના રોજ ભરૂચ જુમ્મા મસ્જિદની પાસે એક એક્ટિવા ગાડી નંબર GJ 16 BM 1455 તથા જરૂરી દસ્તાવેજો તથા તિજોરીની ચાવીઓ રાખેલ એક બેગની લૂંટ મચાવી ત્રણ ઈસમો ફરાર થયા હતા. જેમાં ભરૂચ બી ડીવીઝન પોલીસે થોડાક જ દિવસોમાં ચક્રો ગતિમાન કરી અને ફરાર થતાં ત્રણેય ઈસમોને ઝડપી પાડયા હતા.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા લગાવામાં આવેલ સીસીટીવી કેમેરાની મદદથી તેમજ હ્યુમન સર્વેલન્સને આધારે સદર ગુનાને અંજામ આપી ત્રણ ઇસમો એકટીવા નંબર GJ 16 BM 1455 ની લૂંટ કરી લઈ ગયેલ હતા સાથે તેમાં ફ્રન્ટી 800 ગાડી નંબર GJ 16 K 4271 નો ઉપયોગ કરી લૂંટ મચાવી હતી.
ત્રણેય ઇસમો ફ્રન્ટી ગાડી લઈ ભરૂચ શહેર જંબુસર બાયપાસ વિસ્તારમાંથી પસાર થનાર હોવાની બાતમીને આધારે વોચ રાખતા ત્રણેય ઇસમોને જંબુસર બાયપાસ ચોકડી પાસેથી પકડી પૂછપરછ કરતાં ત્રણેય આરોપીઓએ લૂંટની કબૂલાત કરી હતી અને તે દરમિયાન વધુ એક ઇસમની પણ સંડોવણી હોય તેવી કબૂલાત પણ કરી હતી. જેઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ :-
(1) રિયાઝુદ્દીન સલિમુદીન સૈયદ, રહે, કાસદ ગામ, મન્શુરી ફળિયું, ઝઘડિયા, ભરુચ
(2) આબીદહુશેન જાકીરભાઈ બેલીમ રહે, પગુથણ ગામ, ભરુચ
(3) અરબાઝખાન નજીમખાન પઠાણ, રહે, રહદપોર ગામ, ભરુચ નાઓની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથધરી હતી.