રૂપાણી સરકારના સુશાસનકાળના પાંચ વર્ષ પૂરા થવા અંતર્ગત ગતરોજ જ્ઞાનશક્તિ દિવસથી સાપ્તાહિક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આજરોજ પંડિત ઓમકારનાથ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાનીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. છેવાડાના એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચીત ન રહે તે હેતુથી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ભાજપા સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા છે તેના ભાગરૂપે આઠ દિવાસીય કાર્યક્રમો સરકાર થકી યોજાનાર છે. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા લોકોને લાભ મળી રહે તેવો લોકો માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેનું મુખ્ય કારણ 57 % જેટલી સેવાઓ એક જ દિવસ દરમિયાન મળવાની છે.
જો આધારકાર્ડ કાઢવું હોય તો ધારાસભ્યથી લઈને તલાટી સુધીના ધક્કાઓ ખાવા પડતાં હોય છે જેથી તેની સામે એક જ દિવસમાં ડૉક્યુમેન્ટ લઈને આવતા 2 થી 3 જ કલાકમાં કામ પાર પડી જતું હોવાના હેતુસર કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ભરૂચના લાભાર્થીઓએ મોટી સંખ્યામા લાભ લીધો હતો.
રિધ્ધી પંચાલ, ભરુચ
સંવેદના દિવસ : ભરૂચ જિલ્લાના પંડિત ઓમકારનાથ હૉલ ખાતે આરોગ્ય મંત્રી કુમાર કાનાનીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.
Advertisement