પાંચ વર્ષમાં વિજયભાઈ રૂપાણી સરકારની મત આપી મોત લો વાળી વિનાશક નીતિઓ સામે ધારાસભ્ય તરીકે PIL દાખલ કરવી પડી હતી. સરકારે જે 121 ગામના ખેડૂતોના 7/12 માં બીજા હક્કમાં ગેરબંધારણીય રીતે નામ દાખલ કર્યું છે એના વિરૂદ્ધ છોટુભાઇ વસાવાએ PIL દાખલ કરવી હતી.
છોટુભાઇ વસાવાના જણાવ્યા મુજબ, તો ગુજરાતની રૂપાણી સરકાર બતાવે વિશ્વ આદિવાસી દિવસ શેના માટે ઉજવી રહી છે ? જે આદિવાસી ખેડૂતોએ ચૂંટણીમાં મત આપ્યા તો એમને સરકાર વિકાસ/પર્યટનના નામે મોત આપી રહી છે એ માટે BJP એ આટલા વર્ષોમાં BJP સરકારે 5વી અનુસુચીનું પાલન કર્યું ? સમતા જજમેન્ટનું પાલન કર્યું ? જે RCB ના ખોટા ST દાખલાવાળા જે પકડાયા છે એમને સરકારે સજા કરી ? 9 ઓગસ્ટએ જાહેર રજા જાહેર કરી ?
ઇલેક્શન પહેલાં જે 121 ગામોના ખેડૂતોના 7/12 માં જે સરકારે પોતાનું નામ દાખલ કર્યું છે એ નીકળી જશે કહેનારા સાંસદ મનસુખભાઈ બતાવે કે કેટલા ખેડૂતોના 7/12 માંથી સરકારનું નામ કમી થયું ? માત્રને માત્ર વોટ લેવા માટે જ આદિવાસીઓને જુઠા વાયદાઓ પાર્ટીના બંધુઆ બનેલા આદિવાસી નેતાઓ દ્વારા પ્રચાર કરાવાય છે. તેવા કેટલાક પ્રશ્નો સાથે બીટીપી અગ્રણી છોટુભાઇ વસાવાએ રાજ્ય સરકાર વિરુદ્ધ PIL દાખલ કરવી હતી.