ગતરોજ ભરૂચ જિલ્લાના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે વિજયભાઈ રૂપાણીના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે યોજાયેલ જ્ઞાન શક્તિ દિવસની ઉજવણીનો કાર્યક્ર્મ યોજાયો હતો. સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની આ રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ દ્વારા શિક્ષણના વર્તમાન જરૂરિયાત પ્રમાણે સતત નવીનીકરણનું અને વિવિધ યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું વ્યાપક આયોજન કર્યું છે.
ગત વર્ષે રાજ્યની શાળાઓમાં 1050 નવા ઓરડાઓ અને માધ્યમિક શાળાઓ, છાત્રાલયો,મોડેલ ડે સ્કુલ,શિક્ષક ક્વાટર્સ વગેરે જેવા 93 મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
અંદાજે રૂ.134.43 કરોડના ખર્ચે 3659 શાળાઓના 12000 વર્ગખંડોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.છેલ્લા પાંચ વર્ષમાં કુલ 10121 વિદ્યા સહાયકો અને 83 મુખ્ય શિક્ષકોની ભરતી કરવામાં આવી છે.
જયારે ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે,રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સૌના સાથ,સૌના વિકાસ થકી વિકાસની ગતિ વધુ તેજ બની છે.જેમાં મોટી સંખ્યામાં ભાજપા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા