ગુજરાત રાજ્યમાં મોદી સરકાર જ્યારે સી.એમ. પદ પર હતા ત્યારથી સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂબંધી કરવામાં આવી હતી. પરંતુ હાલ પણ રાજ્યમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનાં જથ્થોનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. ભરૂચ જિલ્લાની જ વાત કરીએ તો ભારતિય બનાવટનો વિદેશી દારૂ અને દેશી દારૂનું બેફામ રીતે વેચાણ થઇ રહ્યું છે.
જો આવા રીઢા અને નામચીન બુટલેગરોને પાસામાં રાખવામાં આવે તો આપોઆપ દારૂ બંધી થઇ શકે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ભરૂચ અને અંકલેશ્વર અને તેના અંતરિયાળ વિસ્તારમાં નાના નાના બુટલેગરોની ધરપકડ જ કરવામાં આવી રહી છે. શા કારણે મોટા માથા પકડીને તેઓને પાસા થતાં નથી..? અને નામચીન બુટલેગરોની ધરપકડ કરી અને કડક કાર્યવાહી કરી પાસા અંતર્ગત રાખવામા આવે તો દારૂના થતાં ખુલ્લા વેપલા પર સરળતાથી પ્રતિબંધ લાગી શકે તેમ છે.
ભરૂચ જીલ્લામાં આજરોજ મળેલ બાતમીને આધારે ચાવજ ગામ ખાતે આવેલ આનંદ નિકેતન સ્કૂલ તરફ જતાં કાચા રસ્તા ઉપર નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થ રહે. દાંડિયા બજાર, ભરુચ અને તેની સાથેનાં વધુ બે ઈસમ સાથે મળી ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટીંગ કરતા હોય મળેલ બાતમીને આધારે રેડ કરતાં તેઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જેઓએ ગેરકાયદેસરનો પ્રતિબંધિત ભારતીય બનાવટનો અલગ અલગ કંપનીનો વિદેશી દારૂ 750 મીલી બોટલ નંગ 240 કે જેની કિં. 1,20,000/- સહિત ટાટા વિંગર ફોર વ્હીલ ગાડી GJ 05 JP 5084 ની કિં. 5,00,000/- સહિત હ્યુનડાઈની ક્રેટા ફોર વ્હીલ ગાડી જેની કિં. 10,00,000/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. 16,20,000/- ઉપરાંતના મુદ્દામાલ મળી આવ્યો હતો. પરંતુ ક્યાંકને ક્યાંક પોલીસ કર્મચારીઓની કામગીરીની ઢીલાસને કારણે ત્રણેય આરોપીઓ નાસી છૂટ્યા હતા. જો નાના નાના બુટલેગરોની ધરપકડ કરવામાં આવી હોય છે મોટા માથા જલ્દી કેમ નથી પકડાતાં..?