આજરોજ ભરૂચ જિલ્લાની સામાન્ય સભા યોજાઈ હતી જે સભા ત્રણ કલાક ઉપરાંત ચાલી હતી. જેમાં વિપક્ષના કેટલાક મુદ્દાઓ વચ્ચે સમાન્ય સભાનો માહોલ ગરમાયો હતો. મળતી માહીતી અનુસાર AMIM ના એક સભ્ય દ્વારા તેમની મહત્વનો મુદ્દો ખોટી રીતે રજૂ કરતા સભામાં કેટલાક વિવાદો સર્જાયા હતા.
નવા બોર્ડની પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને બીજી વખત મળેલી સામાન્ય સભાના પ્રારંભે વિરોધ પક્ષ કોંગ્રેસે પોતે આપેલા કામો એજન્ડામાં નહિ લેવા અંગે પસ્તાળ પાડી હતી. જે બાદ સભા શરૂ થતા જ ત્રિમાસિક હિસાબો, વેક્યુમ કલીનર, રોડ રસ્તા, અને ગ્રાન્ટોને લઇ વિરોધ પક્ષનાં નેતા સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા અને ઈબ્રાહીમ કલકલે સત્તાપક્ષને સાંણસામાં લીધા હતા.
સત્તાપક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્યો એક થઇ ગયા હતા અને 40 મીનિટ સુધી મુદ્દા પર વિવાદ સર્જાયો હતો. જેમાં નગરપાલિકાના કર્મચારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ નગરપાલિકાની ઐતિહાસિક સભામાં ડમ્પીંગ સાઈટ ઉપર ભ્રષ્ટાચારનો સીધો અધિકારી ઉપર આક્ષેપ સહિતના અન્ય બીજા મુદ્દાઓ પર ભાર આપવામાં આવ્યો હતો. AIMIM ના એક સભ્ય ફાહીમ શેખે મુલદ ડમ્પીંગ સાઈટ ઉપર ભ્રષ્ટાચારનો સીધો અધિકારી ઉપર આક્ષેપ લગાવતા નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા સહીત શાસક પક્ષે બોર્ડની ગરિમાને અણછાજતું વર્તન ગણાવ્યું હતું. જેમાં AIMIM ના સભ્યને સસ્પેન્ડ કરવા કે માફી મંગાવાનો સુર વ્યક્ત કરતા વિવાદ શાંત પડ્યો હતો.
સત્તાપક્ષ પર અનેક સવાલો ઉઠાવામાં આવ્યા હતા. જેમ કે શહેરના પાંચબત્તી, સેવાશ્રમ સહિતના અનેક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થતા મસમોટા ખાડાઓ પડી જતા હોય છે અને ચેનલના માધ્યમથી રજૂઆત બાદ તેના પર થીંગળા મારીને કામગીરી પુરી પાડવામાં આવે છે, અન્ય મુદ્દો છેલ્લા 11 વર્ષથી ચાલતી ભૂગર્ભ યોજના અંગે કોંગ્રેસ પક્ષે સવાલો ઉઠાવ્યા હતા.
રિદ્ધિ પંચાલ, ભરુચ