Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ – દહેજ વેલ્સપન કોર્પ લી. કંપની સામે કામદારોના ધરણા પ્રદર્શનનો મામલો, આપ નેતા પાયલ સાકરીયા આંદોલનમાં કામદારો સાથે જોડાયા..!!

Share

ભરૂચ જિલ્લાના દહેજ નજીક આવેલ વેલ્સપન કોર્પ લી.કંપની છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બની છે, જ્યાં કામ કરતા કામદારોએ જ કંપની સામે મોર્ચો માંડ્યો હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે.

વેલ્સપન કોર્પ લી.કંપનીમાં કામ કરતા કામદારોની અચાનક રાજ્ય અને રાજ્ય બહાર બદલી કરવામાં આવતા કામદાર વર્ગમાં નારાજગી સામે આવી હતી જે બાદથી કામદારો કંપની સામે ધરણા પણ બેસી છેલ્લા કેટલાય દિવસથી આંદોલન કરી રહ્યા છે.

આજરોજ કામદારોની વચ્ચે આમ આદમી પાર્ટીના સુરત મહાપાલીકાના સભ્ય પાયલ સાકરીયા આવી પહોંચ્યા હતા, પાયલ સાકરીયાએ પ્રથમ તો સ્ટેજ પરથી બે હાથ ઊંચા કરી ભારત માતા કી જય ના નાદ સાથે આંદોલન કરતા કામદારોને સંબોધિત કર્યા હતા અને ત્યારબાદ કામદારોના પ્રશ્નોને સાંભળીને તેઓની સાથે આંદોલનમાં આપ પાર્ટી ઊભી છે તેવો આશ્વાસન પણ આપ્યું હતું ..!

Advertisement

આ પ્રસંગે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો પણ પાયલ સાકરીયા જોડે જોડાયા હતા અને ધરણા કરી રહેલા કામદારોની આ લડતમાં આમ આદમી પાર્ટી તેઓની સાથે છે તેમ જણાવી ભરૂચની સ્થાનિક નેતાગિરી કંપની સત્તાઘીશોના ખોળે બેસી હોવાના પણ આક્ષેપ કર્યા હતા..!

હારૂન પટેલ, ભરૂચ


Share

Related posts

ભરૂચમાં વડદલા પાસે બેકાબુ ટ્રેલરે ૨૦ થી વધુ વાહનોને કચડયા.

ProudOfGujarat

વાંકલનાં મુખ્ય માર્ગ પર ટ્રક અને ડમ્પરોમાંથી પથ્થર-મેટલ માર્ગ પર પડતાં વાહનચાલકોને હાલાકી.

ProudOfGujarat

વડોદરામાં રસ્તા પર મહિલાઓ સાથે અભદ્ર ચેનચાળા કરતો ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!