Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વેડચ પોલીસે ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલો સાથે બુટલેગરને ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહાર પ્રોહી ગુનાઓ ઘણા વધી રહ્યા છે પોલીસનો કોઈ ખોફ જ નથી રહ્યો તેમ લોકો ખુલ્લેયામ દારૂ અને નશાયુક્ત પદાર્થોના જ્થ્થાનું વેચાણ કરી રહ્યા છે. દરરોજના હજાર અને લાખોના જ્થ્થના રીઢા બુટલેગરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે અને વધતાં જતાં પ્રોહી ગુનાઓ સામે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે અને પેટ્રોલીંગ પણ ઘણું વધાર્યું હતું.

વેડચ પોલીસ સ્ટેશનના પોલીસના માણસોને મળેલ બાતમી હકીકતના આધારે કારેલી ગામે અણદીવ ગામમાં રહેતાં દોલતસંગ રાયસંગ પઢીયાર નાઓના ઘરે પ્રોહી રેઈડ કરી સદર આરોપીના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો કાચની ૧૮૦ મીલીની બોટલો નંગ-૩૭૬ કિં.રૂ-૩૭,૬૦૦/- તથા ૭૫૦ મીલીની કાચની બોટલો નંગ-૧૨ કિંમત રૂ.૩૬૦૦/- મળી નાની-મોટી કુલ્લે બોટલો નંગ-૩૮૮ કિંમત રૂ.૪૧,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી દોલતસંગ રાયસંગ પઢીયાર નાઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા નગરપાલિકા દ્વારા હલકી ગુણવત્તાનો રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજનું અપમાન કરાતું હોવાનો યુવાનનો આક્ષેપ ?!!

ProudOfGujarat

નેત્રંગ તાલુકાનાં નાનાજાંબુડાથી ગારદા ગામનો રોડ અને નાળુ બનાવવા લોકમાંગ.

ProudOfGujarat

અમરેલી: ધારીના લીંબડીયા નેરા વિસ્તાર માંથી ત્રણ દીપડાના મળ્યા મૃતદેહો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!