ગુજરાત વિધુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળી લિ.ભરૂચના નવા કાર્યાલયનું લોકાર્પણ સહકાર રાજય મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું હતું. આ વેળાએ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, અધિક્ષક ઇજનેર કેદારીયા, વિગેરે ઉપસ્થિત રહયા હતા.
સહકાર રાજય મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું કે વિના સહકાર-નહિ ઉધ્ધાર કહેવતને સાચા અર્થમાં સહકારી મંડળીઓ ચરિતાર્થ કરી રહી છે. તેમણે સહકારી મંડળીઓને આગળ લાવવા માટે કર્મચારીઓએ કરેલા સરાહનીય પ્રયાસોને બિરદાવી સહકારી મંડળીની આર્થિક પરિસ્થિતિ સારી બને, વધુને વધુ પ્રગતિ કરે અને સભાસદોને વધુ લાભ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ગુજરાત રાજ્યમાં વિવિધ સહકારી મંડળીઓ દ્વારા થઈ રહેલાં વિવિધ સરાહનીય કાર્યોની પણ વિગતે માહિતી આપી હતી.
આ વેળાએ GEB મંડળીના પ્રમુખ ચિરાગભાઈ શાહે ગુજરાત વિદ્યુત બોર્ડ સહકારી શરાફી મંડળીની વિસ્તૃત વિગત આપી હતી અને આગામી દિવસમાં સભાસદોને જીવન જરૂરીયાત તથા સુખાકારી વસ્તુઓ લેવા માટે જરૂરી લાભ મળે તે દિશામાં પણ કામગીરી હાથ ધરાશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા, આગેવાન પદાધિકારીઓ, DGVCL ભરૂચના અધિકારીગણ, મંડળીના કમિટિ સભ્યો, સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.