ભરૂચ જીલ્લામાં અને જિલ્લાની બહાર નશાયુકત માદક પદાર્થનું વહન ઘણું વધી રહ્યું છે જેને કારણે બાતમીદારથી મળેલ બાતમી આધારે દયાદરા બસ સ્ટેન્ડ નજીકથી રીક્ષા નંબર- GJ-5-BV-3145 માંથી નશાયુકત માદક પદાર્થ ગાંજા ૧૩ કીલો ૯૬૧ ગ્રામ જેની કિંમત રૂપીયા ૧,૩૯,૬૧૦/- તથા મોબાઇલ ફોન-૨ જેની કિંમત રૂ.૫૫૦૦/- તથા રીક્ષા નંબર- GJ-5-BV-3145 કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- મળીને કુલ મુદ્દામાલ જેની કિંમત રૂ.૧,૭૦,૪૧૦/- ના સાથે ત્રણ રીઢા આરોપીઓને પકડી પાડી ભરૂચ રૂરલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળેલ બાતમીને આધારે સુરતના અડાજણ રોડ ઉપર આવેલ મકાઇ પુલ સ્થિત બાપુ નગર ખાતે રહેતા ઇબ્રાહિમશાહ અકબરશાહ અને હુસેનશાહ યાસીન શાહને ઝડપી પાડ્યો હતો. ભરૂચ રૂરલ પોલીસે ગાંજાના જથ્થા અંગે પૂછપરછ કરતાં સુરતના ભેસ્તાન ખાતેથી લાવી જંબુસરની અમન પાર્કમાં રહેતા રફીક સલાઉદ્દીન કાઝીને આપવા જતાં હોવાનું જણાવ્યુ હતું પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ :-
(૧) ઇબ્રાહીમશાહ અકબરશાહ રહે. બાપૂનગર, મકાઇપૂલ, અડાજણ રોડ, સુરત.
(૨) હુસૈનશાહ યાસીનશાહ રહે. નાનપૂરા, કાદરશાહની નાલ, સુરત .
(3) રફીકભાઇ સલાઉદ્દીન કાઝી રહે. અમનપાર્ક જંબુસર, જી .ભરૂચના આરોપીઓની કાર્યવાહી કરવામાં આવી હતી.