Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ પોલીસે ઇંગ્લિશ દારૂના ત્રણ અલગ અલગ રીઢા બુટલેગરોને શોધી કાઢયા.

Share

ભરૂચ જિલ્લામાં કેટલાક ઘણા સમયથી બુટલેગરો બેફામ બન્યા છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની આમતેમ હેરફેર કરીને વેચાણ કરી રહ્યા છે, ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં દારૂ બંધી હોય તો ત્યાં દારૂ આવે છે જ ક્યાથી જે અર્થે ભરૂચ પોલીસ એક્શનમાં આવી છે.

અંક્લેશ્વરના પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહી/જુગાર પ્રવૃતિઓ પર સતત વોચ રાખી આજરોજ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે દરમીયાન બાતમીદારથી બાતમીઓ મળતા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓના કબ્જામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના – ૩ ગણનાપાત્ર કેસો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

* (1) પકડાયેલ આરોપી:-

અર્જુનભાઈ અંબાલાલભાઇ ધનજીભાઇ વસાવા,રહે.ચંદ્રવાણ, ભગત ફળીયુ તા.નેત્રંગ, જી.ભરૂચ જેની પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ: ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો કુલ નંગ -૨૮૮ તથા બીયર ટીન નં -૧૬૮ મળી કુલ બોટલ નંગ -૩૯૬ કુલ કી. રૂ. ૬૫,૯૦૦/-

વોન્ટેડ આરોપીઓ:-

(૧) જથ્થો આપનાર આરોપી ભુપેન્દ્ર ઉર્ફે ભૂપો ગણપતભાઇ વસાવા રહે, નાની ફોકડી તા.ઉમરપાડા, જી.સરુત
(૨) મુકેશ ભાઇ વસાવા જેના પિતાના નામની ખબર નથી રહે, ચારણીતા.ઉમરપાડા. જી.સરુત

* (2) પકડાયેલ આરોપી:-

(1) ભરતભાઇ છેલીયાભાઇ વસાવા રહે.ચંદ્રવાણ ભગત ફળિયું તા.નેત્રંગ જી.ભરૂચ કબ્જે કરેલ મુદ્દામાલ: ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ બોટલ/ક્વાટૅર નંગ -૩૮૧ કિં.રૂ.૫૪,૫૦૦/-

વોન્ટેડ આરોપી : રોનક ઉર્ફે રવિભાઇ વસાવા રહે. વાડી તા.ઉમરપાડા જી.સુરત જેનુ પૂરું નામ સરનામુ જણાય આવેલ નથી.

* (૩) પકડાયેલ આરોપી:-

રતિલાલભાઇ રાજીયાભાઇ વસાવા રહે- મોતીયા, ભાથીજી મંદીર ફળિયું , તા.નેત્રંગ જી.ભરૂચ કબ્જે કરેલ મુદ્દામાલ:- ભારતીય બનાવટની વિદેશી દારૂની ઇમ્પ્પ્રીયલ બ્લુ બ્લેન્ડેડ ગ્રૈન વ્હહસ્કી બ્રાન્ડની નાની ૭૫૦/- મી.લી બોટલો નંગ -૭૬/- કુલ કી.રૂ.૩૪,૨૦૦/-

વોન્ટેડ આરોપી:- અશોકભાઇ કેસરીમલ માલી રહે-કાંબોડીયા, સ્ટેશન ફળિયું તા. નેત્રંગ, જી.ભરૂચ.


Share

Related posts

અંકલેશ્વર ખાતેના જીતાલી ગામે  ટેન્કર સાથે વીજવાયરો ભેરવાતા વીજ થાંભલો એક યુવક પર પડયો: યુવકનું કરૂણ મોત 

ProudOfGujarat

મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં ૩૦૦૦ તાલીમાર્થીઓની ભરતી કરાશે

ProudOfGujarat

અંકલેશ્વર ના હસતી તળાવ ગ્રાઉન્ડમાં પ્રેસ અને પોલીસ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!