Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સ્થિતિ યથાવત : સમસ્યાનો અંત ક્યારે ..?

Share

ભરૂચ જીલ્લામાં ટ્રાફિકની સમસ્યાઓના નિરાકરણ કરવા છતાં ટ્રાફિકનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થઈ જવા પામી છે પરંતુ બિસ્માર રસ્તાઓને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે. ભરૂચના ઝાડેશ્વર ચોકડી પર બ્રિજ હોવા છતાં પણ વધુ પડતાં વાહનો બ્રિજ નીચેથી પસાર થતા હોવાથી ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે જેનાથી ભરુચ અને અંકલેશ્વરની જનતાને વધુ હાલાકી ભોગવવી પડી રહી છે.

નિરાકરણના ભાગ રૂપે ભરૂચ જીલ્લામાં હળવા વાહનોનું અષાઢી બીજના દિવસે લોકાર્પણ કરવામાં આવેલ નર્મદામૈયા બ્રિજ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે જેથી સરદાર બ્રિજ અને કેબલ બ્રિજ પરથી વાહનોનું ભારણ અને ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ શકે. પરંતુ નર્મદા મૈયા બ્રિજ ખુલ્લો મૂક્યા બાદ પણ ટ્રાફિક જામની સમસ્યા યથાવત છે.

તેનું મુખ્ય કારણ છે હાઇવે પરના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી જ યંત્રની કામગીરી સામે આવી રહી છે. ભરૂચથી નબીપુર તરફના બ્રિજો સહિતના રસ્તાઓ પર મસમોટા ખાડા પડી રહ્યા છે જેને લઈને ગાડીઓની ગતિ ધીમી થઈ રહી છે અને હાઇવે પર એક બાદ એક ગાડીઓની લાઈનો થઈ રહી જોવા મળી હતી.

Advertisement

વાહન ચાલકો પોતાની સુજબૂજ વાપરીને બ્રિજ નીચેથી પસાર થતા હોવાથી ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે જેનાથી ભરુચ અને અંકલેશ્વરની જનતાને વધુ હાલાકી ભોગવવી પડતી હોય છે ત્યારે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા લોક માંગ ઉઠી છે .

રિધ્ધી પંચાલ, ભરુચ .


Share

Related posts

વડોદરાની મધ્યસ્થ જેલમાં થતી કેદી પંચાયત અવનવી અને અનોખી ચૂંટણી.

ProudOfGujarat

વાગરા : વાંટા વિસ્તારમાં ગટરની સુવિધા છતાં સ્થાનિકો પાણીનો નિકાલ ન કરતાં હોવાથી ગંદકી સર્જાય છે.

ProudOfGujarat

વડોદરા : ભાઈને છૂટાછેડા અપાવવા માટે દિયરે એસિડ નાંખવાની ધમકી આપી હોવાનો પરિણીતાનો આક્ષેપ : અત્યાચાર ગુજારતાં ત્રસ્ત થઈ ગયેલી પરિણીતાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!