છેલ્લા બે દિવસથી મોટાભાગે સર્વત્ર સારો વરસાદ થઇ રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે, ત્યારે ગુજરાતની સહુથી મોટી નદી નર્મદામાં પણ ચાલુ ચોમાસા દરમિયાન નવા નીર જોવા મળ્યા હતા.
ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં નર્મદાના ઉપરવાસમાં ભારે વરસાદને લઇને નર્મદા નદીમાં નવા નીર આવ્યા હતા. નર્મદા નદી મધ્યપ્રદેશમાંથી નીકળીને ગુજરાતના નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાઓમાંથી પસાર થઇને ખંભાતના અખાતને મળે છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ નજીકથી વહેતી નર્મદા નદીમાં નવા નીર જોવા મળ્યા હતા.
Advertisement
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ